રક્ષાબંધન ના પવિત્ર દિવસે જ બહેનોએ ભાઈઓ ગુમાવતાં પરિવારજનોમાં શોક છવાયો..
પાટણ તા. 30
બુધવારે રક્ષાબંધનનો તહેવાર હોય, બહેન પોતાના ભાઈની રક્ષા માટે રાખડી બાંધે છે અને ભાઇ પણ બહેનની રક્ષાનું વચન આપે છે. ત્યારે આજની રક્ષાબંધન ની વહેલી સવારે સમી શંખેશ્વર માગૅ પર થયેલા અકસ્માતમાં ત્રણ યુવકનાં મોત થતાં બહેનોના રાખડી બાંધવાના ઉત્સવ ની જગ્યાએ પરિવારજનોમાં માતમ છવાઈ ગયો હતો. આ ગોઝારી ઘટના ની મળતી હકીકત મુજબ સમી શંખેશ્વર માગૅ પર સમીથી 5 કિલોમીટર દૂર શંખેશ્વર હાઇવે પર વહેલી સવારે આઇસર ટ્રક રોડ પરથી પસાર થઈ રહી હતી, ત્યારે એક વેગનાર કાર પાછળથી ટ્રકમાં ઘૂસી ગઇ હતી,
માં સવાર હસમુખ છગનભાઈ ઠક્કર, પિન્ટુભાઈ સોમા ભાઈ રાવળ અને દશરથ ભાઈ જહાભાઈ રાવળ નાં ઘટના સ્થળે જ મોત થયાં હતાં તો ત્રણેય મૃતક રાધનપુર બાજુના હોવાનું જાણવા મળ્યું હતું.
આ ગોઝારા અકસ્માતની જાણ થતાં સમી પોલીસે ઘટના સ્થળે પહોંચીને મૃતકોના મૃતદેહને સમીની સરકારી હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે ખસેડીને આગળની કાર્યાવહી હાથ ધરી છે.
આ ગોઝારા અકસ્માતમાં કારની ટક્કર એટલી જોરદાર હતી કે કારના આગળના ભાગના ફુરચેફુરચા ઊડી ગયા હતા. નોંધનીય છે કે રક્ષાબંધનના પવિત્ર તહેવારના દિવસે જ આવી કરુણ ઘટના બનતાં બહેનો એ પોતાના ભાઈ ગુમાવ્યા છે. જેને લઇને ત્રણેય યુવકોના પરિવારમાં રક્ષાબંધન ની ખુસી શોકનો માહોલમાં પલટાઈ હતી.
અહેવાલ યશપાલ સ્વામી