આગ અને અકસ્માત ની ધટના ના સ્થળે ત્વરિત પહોંચવા બગવાડા પેટ્રોલ પંપ પાછળની જગ્યામાં બુધવારથી ફાયર ચોકી ઉભી કરાશે…
પાટણ તા. ૭
દિવાળીના તહેવાર ને અનુલક્ષીને પાટણ શહેરના બજાર માગૅ પર તેમજ પ્રગતિ મેદાન સહિત શહેરના મહોલ્લા, પોળો અને સોસાયટી વિસ્તારના નાકાઓ ઉપર ફટાકડા નું વેચાણ કરનારા લોકો દ્રારા વિવિધ પ્રકારના ફટાકડા નું વેચાણ કરી રહ્યા છે અને ફટાકડા ના શોખીન લોકો પણ મોટા પ્રમાણમાં ફટાકડા ની ખરીદી કરી રહ્યા છે ત્યારે પાટણ નગરપાલિકાની ફાયર બ્રિગેડ ટીમ દ્વારા દિવાળીના તહેવારમાં આગ કે અકસ્માતના બનાવ સામે આવે તો ત્વરિત સેવા આપવા માટે આગોતરું આયોજન કરવામાં આવ્યું છે.
જેમાં ફાયર બ્રિગેડ ટીમ દ્વારા શહેરના બગવાડા દરવાજા નજીક પેટ્રોલ પંપની પાછળની નગરપાલિકાની જગ્યા ઉપર ફાયરમેન સહિત વોટર બ્રાઉઝરની વ્યવસ્થા સાથે ફાયર ચોકી બુધવારથી ઉભી કરવામાં આવનાર છે જ્યાં ૨૪ કલાક માટે ફાયર બ્રિગેડ ટીમ તૈનાન કરવામાં આવનાર હોવાનું ફાઈર સ્ટેશન ઓફિસર સ્નેહલ મોદીએ જણાવ્યું હતું. પાટણ શહેરમાં દિવાળીના તહેવારને પગલે ઠેર ઠેર ધૂમ ફટાકડાનું વેચાણ ચાલી રહ્યું છે.
ત્યારે દિવાળીના આ તહેવારો પર આગ અને અકસ્માતની ઘટના સામે આવે તો તુરંત બચાવ અને રાહત કામ ગીરી કરી શકાય તે માટે પાટણ ફાયર બ્રિગેડ ટીમ બનાવ પહેલા જ સજ્જ બની છે. શહેરના બગવાડા દરવાજા નજીક ના સ્થળે ફાયર બ્રિગેડના જવાનો વોટર બ્રાઉઝર સાથે ૨ ટિમો અલટરનેટિવ તૈનાત રાખવામાં આવનાર હોવાનું ફાયર ઓફિસરે જણાવ્યું હતું.
અહેવાલ યશપાલ સ્વામી