google.com, pub-6060226431668791, DIRECT, f08c47fec0942fa0

પાટણ બી ડી સાર્વજનિક વિધાલયના વિધાર્થીઓએ ભારત કો જાનો પરીક્ષામાં પ્રાંતમાં પ્રથમક્રમ મેળવ્યો..

Date:

પાટણ તા. ૭
શ્રી પાટણ જૈન મંડળ સંચાલિત શ્રી બી ડી સાર્વજનિક વિધાલય પાટણ ના વિધાર્થીઓએ શિક્ષણ કાર્યમાં અગ્રેસર રહેવાની સાથે સહ અભ્યાસ પ્રવૃતિઓ,સાસ્કૃતિક પ્રવૃતિઓ, રમત ગમત પ્રવૃતિઓ માં પણ સતત નામના પ્રાપ્ત કરી રહ્યા છે. તાજેતરમાં ભારત વિકાસ પરિષદ દ્રારા પાટણ લેવાયેલી નગર કક્ષાએ, જિલ્લા કક્ષા અને ઉત્તર ઝોન કક્ષાના ભારત કો જાનો પરીક્ષામાં કુલ 87000 બાળકોએ ભાગ લીધો હતો.

વિસનગર મુકામે યોજાયેલ આ પરીક્ષામાં ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં બી. ડી.વિધાલય ની વિધાર્થીની દેસાઈ માહી ધીરુભાઈ પ્રથમ નંબર તેમજ માધ્યમિક વિભાગમાં ભીલ માહિર જયેશભાઇ પ્રથમ નંબર વિજેતા બનતા વિધાર્થીઓને શાળાના વડા ડૉ.બળદેવભાઈ આર દેસાઈ સહિત સ્ટાફ પરિવાર દ્રારા અભિનંદન સાથે શુભેચ્છા પાઠવી પ્રોત્સાહિત કરવામાં આવ્યાં હતાં.

અહેવાલ યશપાલ સ્વામી

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણમાં રખડતા પશુએ વધુ એક નવયુવક નો જીવ લીધો..

પશુ નાં કારણે થયેલા અકસ્માતમાં 16 દિવસની સારવાર બાદ...