fbpx

પાટણ અને સિધ્ધપુર નગર પાલિકાને સ્પર્શતા પ્રશ્નોની મુખ્યમંત્રી સમક્ષ રજૂઆત કરવામા આવી..

Date:

પાટણ તા. ૮
મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના નિવાસ્થાને બુધવારના રોજ પાટણ અને સિધ્ધપુર નગર. પાલિકા પ્રમુખ સહિતની ટીમને બોલાવવામાં આવી હતી.જેમા પાટણ નગરપાલિકાને સ્પર્શતા 22 જેટલા પ્રશ્નોની મુખ્યમંત્રી સમક્ષ પાટણ નગર પાલિકા ના પ્રમુખ સહિતની ટીમે રજૂઆત કરી હતી.

મુખ્યમંત્રીના નિવાસ્થાને મુખ્યમંત્રી સમક્ષ પાટણ નગરપાલિકાના પ્રમુખ સહિત ની ટીમે પાટણ નગર પાલિકા ના સ્પર્શતા પ્રશ્નો ની રજૂઆત કરતા જણાવ્યું હતું કે પાટણ શહેરમાં વરસાદી પાણીનાં નિકાલ, નગરપાલિકામાં સ્ટાફની ઘટ, શહેરની ફરતે રીંગ રોડ, પાલિકાની વાહન શાખામાં વાહનોની અછત, ટાઉનપ્લાનિંગનાં ફાઇનલ પ્લોટમાં ટાઉન
હોલ,પાટણનાં ગામતળમાં રસ્તા પહોળા કરવા લાઈનદોરી લાવવા, પાટણ નગર પાલિકાને મહાનગર પાલિકાનો દરજ્જો આપવા, પાટણની સરસ્વતિ નદીમાં રિવરફ્રન્ટ પ્રોજેક્ટ અમલમાં મુકવા, શહેરમાં ઢોરનીતિનો કડક અમલ કરવા સહિતનાં 22 ઉપરાંત પ્રશ્નોની રજુઆત મુખ્યમંત્રી સમક્ષ વાંચી સંભળાવી હતી.

તો સિધ્ધપુર પાલિકા પ્રમુખ સહિત ની ટીમે પણ સિદ્ધપુર નગરપાલિકાના વિકાસ પ્રશ્નોની રજૂઆત કરી હતી. ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનાં નિવાસ સ્થાને પાટણ અને સિધ્ધપુર નગર પાલિકા નાં પ્રમુખ, કારોબારી ચેરમેન, પક્ષનાં નેતા, દંડકને રૂબરૂ તેડાવ્યા હતા અને પાટણ – સિધ્ધપુર નગર પાલિકા નાં પ્રશ્નોની મુખ્યમંત્રી સાથે મુક્ત મને ચર્ચા કરવામાં આવી હતી.

પાટણ પાલિકા પ્રમુખ સહિત ની ટીમે મુખ્યમંત્રી સમક્ષ રજુઆત કયૉ બાદ પાટણ ના પ્રભારી મંત્રી વિશ્વકર્માજી ને પણ પાટણ નગરપાલિકાના વિવિધ પ્રશ્નો ની લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી પરંતુ પ્રભારી મંત્રી અમેરિકાના પ્રવાસે હોવાથી પાલિકાની રજૂઆતો તેમના કાર્યાલય માં આપવામાં આવી હોવાનું પાલિકાના સૂત્રો તરફથી જાણવા મળ્યું હતું.

Share post:

Subscribe

Popular

More like this
Related