વાડી પરિસરમાં ભગવાનની શોભાયાત્રા, હવન-યજ્ઞ, ૨૮ કિતૅનની સેવા અને હિડોળા ઉત્સવ ઉજવાશે.
હવન-યજ્ઞ ની ઉછામણી શનિવારે રાત્રે ૮ કલાકે નરસિંહજી મંદિર ખાતે આયોજિત કરાઈ..
પાટણ તા.૩
આગામી ચૈત્ર સુદ પાંચમના પવિત્ર દિવસે પાટણ પ્રજાપતિ સમાજના ઇષ્ટદેવ શ્રી પદ્મનાભ ભગવાનના જન્મ જયંતિ પવૅની ઉજવણી ના ઉપલક્ષ્ય માં શ્રી પદ્મનાભ મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટી મંડળ સહિત શ્રી પદ્મનાભ વિકાસ ઉત્સવ સમિતિ તેમજ શ્રી પદ્મનાભ મુક્તિધામ સમિતિ ની સંયુક્ત મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. શ્રી પદ્મનાભ ભગવાન મંદિર પરિસરમાં મળેલી આ મિટીંગમાં આગામી ચૈત્ર સુદ પાંચમના પવિત્ર દિવસે ભગવાન શ્રી પદ્મનાભજી ના જન્મ જયંતી પવૅ નિમિત્તે આયોજિત વિવિધ ધામિર્ક ઉત્સવોના આયોજન માટે સમિતિના સભ્યોએ મુક્ત મને ચચૉ વિચારણા કરી ભગવાનની વાડી પરિસર માથી નીકળનારી શોભાયાત્રા, હવન-યજ્ઞ, ૨૮ કિતૅન ની સેવા-પૂજા, ભગવાન ના જન્મ જયંતી નો હિડોળા ઉત્સવ,
મહાઆરતી સહિત ધામિર્ક ઉત્સવો ઉજવવાનું સવૉનુમતે નકકી કરી શ્રી પદ્મનાભ ભગવાન ની જન્મ જયંતિ પ્રસંગે આયોજિત હવન-યજ્ઞ ના યજમાન માટેની ઉછામણી તા.૬ એપ્રિલ ને શનિવારે રાત્રે ૮-૦૦ કલાકે શહેરના જુનાપાવર હાઉસ નજીક આવેલ નરસિંહજી ભગવાન ના મંદિર પરિસર ખાતે યોજવાનું નકકી કરવામાં આવ્યું હતું. પાટણ પ્રજાપતિ સમાજના ઈષ્ટદેવ ભગવાન શ્રી પદમનાભજી ના જન્મ જયંતી પવૅ ની ઉજવણી નિમિત્તે મળેલી આ મિટીંગ મા શ્રી પદ્મનાભ મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટીઓ સહિત શ્રી પદ્મનાભ વિકાસ ઉત્સવ સમિતિ અને શ્રી પદ્મનાભ મુક્તિધામ સમિતિ ના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.
અહેવાલ યશપાલ સ્વામી