પાટણ તા. ૧૧
પાટણ શહેરમાં દિવાળીના તહેવારોનો ધમધમાટ જેવા મળી રહ્યો છે ત્યારે દિવાળી અને નૂતન વર્ષના પર્વને અનુલક્ષીને પાટણ શહેરમાં વિવિધ ધાર્મિક સ્થાનકો અને મંદિરોને સુંદર રોશની થી શણગારવામાં આવ્યો છે.
પાટણ શહેરના જલારામ મંદિર ખાતે પણ દર વર્ષની પરંપરા મુજબ સમગ્ર મંદિરને સુંદર લાઇટિંગ ડેકોરેશનથી શણગારવામાં આવતા સમગ્ર મંદિર નો નજારો નયનાકર્ષક અને મનમોહક લાગી રહ્યો છે.તો જલારામ મંદિર ખાતે આયોજિત ધામિર્ક ઉત્સવ ને લઇ જલારામ મંદિર ટ્રસ્ટી મંડળ સહિત જલારામ ભક્તો દ્વારા તડામાર તૈયારીઓ પણ ચાલી રહી છે.
અહેવાલ યશપાલ સ્વામી