પાટણ તા. 10
પાટણ જિલ્લાના તાલુકા મથક ચાણસ્મા નગરપાલિકાના ચિફ ઓફિસર ની મદદગારી થી કરાર આધારિત મ્યુનિસિપલ ઇજનેર રૂપિયા 70 હજારની લાચ લેતા નગરપાલિકા કેમ્પસમાં મંગળવારે એસીબીના હાથે આબાદ ઝડપાઈ જતાં લાચીયા અધિકારીઓ અને કમૅચારીઓમા ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો.
આ બાબતે મળતી હકીકત મુજબ એક જાગૃત નાગરીક અને વ્યવસાયે સિવિલ એન્જિનિયર પાસેથી ચાણસ્મા નગર પાલિકા ના ચીફ ઓફિસર સંજયભાઈ હાથીભાઈ પટેલ અને કરાર આધારિત મ્યુનિસિપલ ઇજનેર મનીષભાઈ બાબુભાઈ દેસાઈ નાઓએ સરકારી કામોનું થર્ડ પાર્ટી ઈસ્પેકશન કામના ફરિયાદી દ્વારા કરવામાં આવેલ અને જેના બીલની ચુકવણી કરવા સારું ટકાવારી પેટે લાંચના રૂ.70 હજારની માંગણી કરેલ જે લાંચના નાણા ફરિયાદી આપવા માંગતા ન હોય તેઓએ પાટણ એસીબીનો સંપર્ક કરતા ટીમ દ્વારા લાંચનું છટકું ગોઠવાવામાં આવેલ અને ટ્રેપ દરમ્યાન ફરિયાદી પાસેથી ચાણસ્મા પાલિકા કચેરી માં કરાર આધારિત મ્યુનિસિપલ ઈજનેર રૂ.70 હજાર લાંચના નાણાં સ્વીકારતા સ્થળ ઉપરથી એસીબી ના હાથે આબાદ ઝડપાયો હતો જોકે આ સમયે ચિફ ઓફિસર સ્થળ પર હાજર મળી ન આવી એકબીજાની મદદગારી કરી ગુનો કર્યા હોવાની બાબતે એ.સી.બી.એ કરાર આધારિત મ્યુનિસિપલ ઈજનેર મનીષભાઈ દેસાઈ ની અટક કરી ચિફ ઓફિસર ને ઝડપી લેવા આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.
ચીફ ઓફિસર જેને પકડવાનો બાકી છે
ચાણસ્મા પાલિકા કચેરી ખાતે એસીબી ની ટ્રેપ દરમિયાન ટ્રેપીંગ અધિકારી એમ.જે.ચૌધરી.,પો.ઇન્સ. એ.સી.બી. પાટણ હાજર રહ્યા હતા.ચાણસ્મા નગરપાલિકા કેમ્પસમાં કરાર આધારિત મ્યુનિસિપલ ઇજનેર ચીફ ઓફિસરની મદદગારીથી રૂપિયા 70 હજારની લાંચ લેતા એસીબી ની ટ્રેપમાં રંગે હાથ ઝડપાયા હોવાની ઘટનાને પગલે
અહેવાલ યશપાલ સ્વામી