જરૂરિયાત મંદ પરિવારોને ફરસાણ-મિઠાઈનું વિતરણ કરવામાં આવતા ચહેરા હરખાયા..
પાટણ તા.૧૦
સેવાની જ્યોતનો ઝગમગાટ દિવાળીના ઉજાસ જેવો જ હોય છે. એ જ્યાં જાય ત્યાં અજવાળાં પાથરે. વીસ વીસ વર્ષથી આ સૂકા મલકમાં સેવાની ધૂણી ધખાવીને, હજજારો દીકરીઓને રોજગારી આપી સ્વનિર્ભર કરનાર જન મંગલ સેવા ટ્રસ્ટના પ્રમુખ ટ્રસ્ટી અને જીજ્ઞા કોમ્પ્યુટર ક્લાસીસના સંચાલિકા જીજ્ઞાબેન શેઠ અને તેમની સેવા ભાવી ટીમે દિવાળીના પાવન પવૅ ની ઉજવણી વઢીયાર પંથકના રાફુ ગામે જરૂરિયાત મંદ પરિવાર જનો અને તેમના બાળકો સાથે મનાવી હતી.
જીજ્ઞાબેન શેઠ અને તેમની ટીમના સેવાભાવી કાર્યકરો એ રાફુ ગામમાં રહેતા જરૂરિયાત મંદ પરિવારના વિસ્તારમાં ઘરે ઘરે જઈને દરેક પરિવારજનો ને દિપાવલી પવૅ ની શુભેચ્છા પાઠવી ફરસાણ- મિઠાઈ નું વિતરણ કરતાં જરૂરિયાત મંદ પરિવારજનો સાથે તેમના બાળકો ના ચહેરા પણ દિપાવલી ની ખુશી જોવા મળી હતી.
જીજ્ઞાબેન શેઠ અને તેમની ટીમે જરૂરિયાત મંદ પરિવારજનો અને તેમના બાળકો સાથે બેસીને દિપાવલી પવૅ ની ઉજવણી કરતાં રાફુ ગામના ગ્રામજનોએ પણ તેઓની સેવા પ્રવૃત્તિ ને સરાહી આભાર વ્યક્ત કર્યો હતો.
અહેવાલ યશપાલ સ્વામી