પાટણ તા. ૧૬
વિસનગર શહેર પોલીસ સ્ટેશનના બાઈકો ચોરીના ગુનામાં નાસ્તા ફરતા આરોપીને તેમજ ડીસા રૂરલ પોલીસ મથકના પ્રોહીબીશન ના ગુનામાં સંડોવા યેલા આરોપીને પાટણ એલસીબી ટીમે ઝડપી કાયદેસર ની કાયૅવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.
આ બાબતે પોલીસ તરફથી મળતી હકીકત મુજબ પાટણ પોલીસ અધિક્ષક ડો.રવિંન્દ્ર પટેલ પાટણના ઓએ પાટણ જીલ્લાના પોલીસ સ્ટેશનોના ગુનાઓ મા નાસતા ફરતા આરોપીઓ પકડવા સુચન કરેલ હોય જે અનુસંધાને આર.એમ.પરમાર ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર એલસીબી નાઓના માર્ગદર્શન હેઠળ નાસતા ફરતા આરોપીઓની માહિતિ મેળવી તેને પકડી પાડવા સારૂ સ્ટાફના માણસો સાથે સિધ્ધપુર પો.સ્ટે.વિસ્તારમા પેટ્રોલીંગમા હતા.
દરમ્યાન ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે વિસનગર શહેર પો.સ્ટે.મા બાઈકો ચોરીનાં ગુનાનો ભાગતો ફરતો આરોપી ઠાકોર રત્નાજી મણાજી રહે મેળોજ તા.સિધ્ધપુર વાળો મેળોજ ગામના ગોદરે દુધીયા કલરનુ આખી બોયનુ શર્ટ તથા કાળા કલરનુ પેન્ટ પહેરી ઉભેલ છે જે હકીકત આધારે ઉપરોક્ત નાસતા ફરતા આરોપીને ટીમે ધટના સ્થળેથી ઝડપી લીધો હતો.
જયારે એલસીબી ટીમે ડીસા રૂરલ પોલીસ સ્ટેશન ના પ્રોહીબીશન ના ગુનાના આરોપી દરબાર ગાભાજી વદનજી દિવાનજી રહે ગોલાપુર, મોટો ઠાકોરવાસ તા-જી-પાટણ વાળાને ચોક્કસ બાતમી હકીકત આધારે મેત્રાણા તા-સિધ્ધપુર મુકામેથી ઝડપી લીધો હતો.
પાટણ એલસીબી પોલીસે ઝડપેલા બન્ને આરોપીને ગુના આચરેલા પોલીસ મથકોને સોંપતા વધુ કાર્ય વાહી ઉપરોક્ત પોલીસ મથકે હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.
અહેવાલ યશપાલ સ્વામી