fbpx

પાટણ સીટી વિસ્તાર માંથી માદક પદાર્થ હેરોઇન ડ્રગ્સ ના મુદ્દામાલ સાથે બે શખ્સો ઝડપાયા..

Date:

હેરોઈન ડ્રગ્સ ના વ્યવસાય સાથે સંકળાયેલા અન્યએક પકડવાનો બાકી..

પાટણ તા. 25
પાટણ જીલ્લામાં કેફી પદાર્થોની ગેરકાયદેસર રીતે વેચાણ સારું હેરાફેરી કરતા બે આરોપીઓને બિનઅધિકૃત રીતે હેરોઇન ડ્રગ્સના મુદામાલ સાથે પાટણ એસ ઓ જી પોલીસે પકડી પાટણ સીટી બી ડીવી પોલીસ મથકે NDPS કલમ-8 (સી),22(બી) તથા 29 મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી કરવા આરોપી તથા મુદ્દામાલ પાટણ સીટી બી પો.સ્ટે. સોપવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે.

આ બાબતે મળતી હકીકત મુજબ પાટણ જિલ્લા પોલીસ અધિક્ષક વિજય પટેલ તેમજ એ.ટી.એસ અમદાવાદ
નાઓએ ગુજરાત રાજ્ય માં ગેરકાયદેસર નાર્કોટીક્સ પદાર્થ કેફી ઔષધો અને મન:પ્રભાવી દ્રવ્યોનો ગેરકાયદેસર વેપાર, હેરાફેરી, વેચાણ અટકાવવા અને આવી પ્રવૃતિ આચરતા ઇસમો વિરૂધ્ધ સખત કાર્યવાહી કરવા સુચનો અને માર્ગ દર્શન આપવામાં આવેલજે સુચના માર્ગદર્શન આધારે પાટણ એસ ઓ જી પીઆઈ ઉનાગર એ જીલ્લા માં કેફી પદાર્થોની ગેરકાયદેસર રીતે વેચાણ સારૂ હેરાફેરી કરતા આરોપીઓને બિનઅધિકૃત રીતે હેરોઇન ડ્રગ્સ ના મુદામાલ સાથે બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તાર માથી બે શખ્સો ને પકડી પાડી પાટણ સીટી બી ડીવી NDPS કલમ-8(સી),22(બી) તથા 29 મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી કરવા આરોપી અનીલકુમાર ખેંગારભાઈ પરમાર રહે. મોતીશા દરવાજા એકતા પાર્ક સોસાયટી તા.જી.પાટણ અને પટેલ જતીન ઉર્ફે ડેની મોહનભાઈ રહે પાટણ સાલવીવાડો ચામુંડાચોક ને પકડી તેની પાસે થી હેરોઇન ડ્રગ્સ 17.659 ગ્રામ કિ.રૂ. 88.250 અને ટોયોટા કંપની ની કોરોલા ગાડી –કિ.રૂ-1,50,000 અને 2 મોબાઇલ કિ.રૂ 5500/- મળી કુલ કિ.રૂ-2,43,750મુદ્દામાલ સાથે પાટણ સીટી બી.ડિવીઝન પો.સ્ટે. વધુ કાર્યવાહી માટે સોંપવામાં આવ્યા હોવાનું તો એક આરોપી રશીદભાઇ મુસલમાન રહે મહેસાણાને પકડવા ચક્રોગતિમાન કયૉ છે

અહેવાલ યશપાલ સ્વામી

Share post:

Subscribe

Popular

More like this
Related

અમૃત કળશ યાત્રા થકી માં ભારતીની માટીને વંદના કરવાનો અવસર : પાલિકા પ્રમુખ..

માટીને વંદન,વીરો ને વંદન સાથે વોડૅ નં.11 અને વોડૅ...

પાટણ નગર પાલિકા દ્રારા આનંદ સરોવર ખાતે ધ્વજ વંદન કાર્યક્રમ યોજાયો..

પાટણ નગર પાલિકા દ્રારા આનંદ સરોવર ખાતે ધ્વજ વંદન કાર્યક્રમ યોજાયો.. ~ #369News