fbpx

ગ્રામ્ય વિસ્તારમાં આંગણવાડીએ બાળકોના જીવન ઘડતરનું અભિન્ન અંગ છે : ભાનુમતિબેન મકવાણા…

Date:

યાત્રાધામ સમા ધારણોજ ગામે નવીન આંગણવાડી ભવનનું લોકાર્પણ કરાયું..

પાટણ તા. 31
પાટણ સમીપ આવેલા યાત્રાધામ સમા ધારણોજ મુકામે નવીન આંગણવાડી નો શુક્રવારના પવિત્ર દિવસે પાટણ જિલ્લા પંચાયત પ્રમુખ ભાનુમતિ બેન મકવાણા ના વરદ હસ્તે શુભારંભ કરાયો હતો.

આ પ્રસંગે ઉપસ્થિત રહેલા જિલ્લા પંચાયત પ્રમુખ ભાનુમતિબેન મકવાણાએ બાળકોના જીવન ઘડતરના પ્રારંભ પ્રસંગે ના મહત્વના ગણાતા એવા નવી આંગણવાડી ભવનના લોકાર્પણની બાળકો સહિત તેમના વાલીઓને શુભેચ્છાઓ પાઠવી પોતાના બાળકોને નિયમિતપણે આંગણ વાડીમાં મોકલવા અને આંગણવાડીમાં મળતા પૌષ્ટિક આહાર થકી બાળકમાં રહેલા કુપોષણ ને દૂર કરવા આહવાન કરી આંગણવાડીના શુભારંભ ની સરાહના કરી હતી.

ધાયણોજ મુકામે નવીન આંગણવાડીના શુભારંભ પ્રસંગે જીલ્લા પંચાયત પ્રમુખ ભાનુમતીબેન મકવાણા, સેજલબેન દેસાઈ, ભાજપના કાર્યકર વિરેશ વ્યાસ, તલાટી કમ મંત્રી, મામલતદાર, જિલ્લા ભાજપ મહામંત્રી સહિત પાટણ તાલુકા ભાજપ ના સક્રિય સભ્ય મોહનભાઈ દેસાઈ,આઇસીડીએસ ના ઉર્મિલાબેન પટેલ અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણ શહેરમાં ગુરુનાનકની ૫૫૩ મી જન્મજયંતિ ની ભક્તિમય માહોલ માં શોભાયાત્રા નિકળી…

પાટણ તા. ૨૭પાટણ શહેરના ગોળશેરી સ્થિત ગુરુનાનક મંદિર ખાતે...