fbpx

પાટણ ખાતે આયોજિત જગતગુરુ શંકરાચાયૅજી ની વિરાટ ધમૅ સભાને સફળ બનાવવા બેઠક મળી..

Date:

પાટણ ની વિવિધ સંસ્થાઓના પ્રતિનિધિઓ સહિત પાટણના પ્રબુદ્ધ નગરજનો બેઠકમાં ઉપસ્થિત રહ્યા..

પાટણ તા. ૨૨
પાટણના જગદીશ મંદિર ખાતે મંગળવારે સાંજે જગદગુરૂ શંકરાચાર્યજી ની આગામી તારીખ ૨૮-૧૧-૨૩ ની વિરાટ ધર્મસભાના આયોજન માટે વિવિધ સંસ્થાઓના પ્રતિનિધિ સહિત પાટણ ના પ્રબુદ્ધ નગરજનોની મહત્વની બેઠક મળી હતી.

આ બેઠકમાં જુદી જુદી સેવાકીય સંસ્થાઓના ૬૦ કરતાં વધુ પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.આ બેઠકમાં જગન્નાથજી મંદિર ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી પિયુષભાઇ આચાર્ય એ સૌને આવકારી જગતગુરુ શંકરાચાયૅજી ના પાટણ સ્થિત કાર્યક્રમ ની સુવિસ્તાર માહિતી પ્રદાન કરી જગતગુરુ શંકરાચાર્યજી ના આગમનને વધાવવા અને જુનાગંજ સ્થિત આયોજિત વિરાટ ધમૅ સભામાં મોટી સંખ્યામાં પાટણના સનાતન ધમૅપ્રેમી નગરજ નો ને પધારવા માટે આમંત્રણ પાઠવ્યું હતું.

આ પ્રસંગે જુદી જુદી સંસ્થાઓના પ્રતિનિધિઓ દ્રારા કાર્યક્રમ ને સફળ બનાવવા પોતના સૂચનો રજૂ કયૉ હતા જે સૂચનોને આયોજકો એ સહષૅ સ્વિકારતા ઉપસ્થિત સૌ કોઈએ જગતગુરુ શંકરાચાર્યજી ના પાટણ સ્થિત આયોજિત કાર્યક્રમ ને સફળ બનાવવા ખાતરી આપી હતી .

આ બેઠકમાં પાટણ ના અગ્રણી યતીનભાઈ ગાંધી,કાલીકા મંદિર ના પુજારી અશોકભાઈ વ્યાસ, નગરપાલિકા પ્રમુખ હિરલબેન પરમાર, પૂવૅ પ્રમખ અને કાર્યક્રમ ના ઈન્ચાર્જ હેમંત તન્ના,મુકેશભાઈ દેસાઈ,બ્રહ્મ સમાજના આગેવાન દિલીપભાઈ , આશુતોષ પાઠક વિગેરેએ પ્રસંગોચિત ઉદબોધન આપ્યા હતા.

અહેવાલ યશપાલ સ્વામી

Share post:

Subscribe

Popular

More like this
Related

સાંતલપુર ના કોરડા નજીક પીક અપ ડાલા અને જીપ વચ્ચે સજૉયેલ અકસ્માત માં 1 નું મોત 14 ઘાયલ…

ઈજાગ્રસ્ત તમામ ને રાધનપુર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા.. પાટણ તા....

રાધનપુર તાલુકાના કમાલપુર ગામમાં દીવાલ ધરાશાયી થતાં 20 ઘેટાંના મોત : 10 ઘેટાં ઘાયલ..

પાટણ તા. ૨પાટણ જીલ્લાના રાધનપુર તાલુકાના કમાલપુર ગામે દીવાલ...