પાટણ તા. ૨૨
સૌરાષ્ટ્ર ના જૂનાગઢ ખાતે ના ભવનાથ તળેટી મા આવેલ સંત શ્રી દોલતરામ બાપુ ના આશ્રમ ખાતે દર વષૅની જેમ ચાલુ વર્ષે પણ પરિક્રમા માટે આવતાં હજારો ભકતો માટે બે ટાઈમ જમવા સહિત ચા- પાણી નાસ્તાની નિશુલ્ક સુવિધા ઉપલબ્ધ બનાવવામાં આવી છે ત્યારે જુનાગઢ ભવનાથ તળેટીમાં આવેલા શ્રી દોલતરામ બાપુ આશ્રમ ખાતે પરિક્રમા માટે આવતાં શ્રધ્ધાળુઓ માટે ઉપલબ્ધ કરવામાં આવેલ સેવા પ્રવૃત્તિ નો પ્રારંભ મંગળવારે પરમ પૂજ્ય દોલતરામ બાપુ ના આશીર્વાદ સાથે તળેટી આશ્રમના ગાદીપતિ અને પરમ પૂજ્ય દોલતરામ બાપુ ના દિકરી વિશ્વ ભારતીજી ના વરદ હસ્તે પ્રારંભ કરવામાં આવ્યો હતો.
તારીખ 23/11/2023થી ચાલુ થઇ રહેલા પરિક્રમા ના પાવન પવૅ મા પધારતા હજારો ભાવિક ભકતો માટે પાટણના નોરતા ગામના સંત શિરોમણી પરમ પૂજ્ય શ્રી દોલતરામ બાપુ ના રૂડા આશીર્વાદ સાથે પરમ પૂજ્ય શ્રી વિશ્વ ભારતીજી ના સાનિધ્યમાં કાયૅરત કરવામાં આવેલ નિશુલ્ક ભોજન પ્રસાદની સેવા પ્રવૃતિ ની અહિ ભોજન પ્રસાદ માટે આવતાં હજારો ભાવિક ભકતો એ સરાહનીય લેખાવી છે.
અહેવાલ યશપાલ સ્વામી