જીયુડીસી દ્રારા સરકારની મંજૂરી મેળવી કામગીરી શરૂ કરવામાં આવી હોવાનું પાલિકા પ્રમુખે જણાવ્યું…
પાટણ તા. ૨૬
પાટણ નગરપાલિકા દ્વારા શહેરના લિંક રોડ ઉપર ચોમાસું શરૂ થતાં જ ભૂગર્ભ ગટરની લાઈન નાખવા માંટે ની જેસીબી મશીન ની મદદથી બુધવારે કામગીરી શરૂ કરવામાં આવી હોય જેને લીધે આ માગૅ પરથી પસાર થતાં વાહન ચાલકો સહિત રાહદારીઓ અને રહીશો મુશ્કેલી અનુભવી રહ્યા છે તો ચોમાસા માં હાથ ધરાયેલ આ કામગીરી દરમ્યાન અકસ્માત ની ભીતી સેવી રહ્યા છે.
પાલિકા દ્વારા લિક રોડ પર કરવામાં આવી રહેલ કામગીરી બાબતે પાટણ શહેર કોગ્રેસ પ્રમુખ દિપકભાઈ પટેલે જણાવ્યું હતું કે પાટણ નગરપાલિકા દ્વારા અણઘડ કરાતી કામગીરી ને કારણે રહિશો પારવાર મુશ્કેલી ઓ ભોગવી રહ્યા છે ત્યારે ચોમાસા દરમ્યાન લિંક રોડ પર જેસીબી મશીન થી શરૂ કરવામાં આવેલી કામગીરી ને લીધે પાલિકા ની અણ આવડત છતી થઈ હોય એક તરફ સરકાર દ્વારા ચોમાસાને ધ્યાનમાં રાખીને મહા નગર પાલિકા અને નગર પાલિકાઓને મૌખિક સૂચના સાથે પરિપત્ર કરવામાં આવ્યો છે કે તા.15 જૂનથી ચોમાસું શરૂ થાય તે પહેલા ખોદકામની તમામ કામગીરી નગરપાલિકા અને મહાનગરપાલિકાએ પૂર્ણ કરી દેવાની રહે છે.
ત્યારે પાટણ પાલિકા એ ચોમાસાની શરૂઆતમાં શરૂ કરેલ ખોદકામની કામગીરી ના કારણે માગૅ પર ભુવાઓ પડવાની તેમજ આ ભુવાઓમાં માનવસર્જિત કે વાહન સર્જિત અકસ્માત થવાનો ભય રહેલો છે ત્યારે પાલિકા દ્વારા આવી કામગીરી શરૂ કરી શહેરીજનોની મુશ્કેલીઓ મા વધારો કર્યો હોવાનું જણાવી પાટણ નગર પાલિકા દ્વારા ભૂગર્ભ ગટરની કામગીરી શરૂ કરવામાં આવી છે જેના કારણે અહીં કોઈ મોટી દુર્ઘટના સર્જાય તેવો ભય પણ રહેલો છે અહીં ખૂબ મોટા પ્રમાણમાં વાહનોની અવર જવર રહે છે તેમ જ રાત્રે લોકો ચાલવા પણ નીકળે છે તો કામગીરી દરમ્યાન ખૂબ મોટા પ્રમાણ માં કાદવ કિચડ થવા પામ્યો હોય પાટણ નગરપાલિકા તંત્રેે સત્વરે લોકોની પડતી મુશ્કેલીનિવારવા માટે પ્રયત્ન કરે તેવી અપીલ પાટણ શહેર પ્રમુખે વ્યકત કરી છે.
તો લિંક રોડ પર જેસીબી મશીન દ્વારા શરૂ કરવામાં આવેલી કામગીરી બાબતે પાલિકા પ્રમુખ હિરલબેન પરમારને પુછતાં તેઓએ જણાવ્યું હતું કે આ કામગીરી જીયુડીસી દ્રારા સરકારની મંજૂરી મેળવી ને કરવા માં આવી છે. છતાં આ કામગીરી ઝડપી પૂણૅ કરવા અને વિસ્તારના લોકો ની ઉભી થયેલી મુશ્કેલીઓ ના નિરાકરણ માટે જીયુડીસી ને સુચિત કરવામાં આવ્યું હોવાનું તેઓએ જણાવ્યું હતું.
અહેવાલ યશપાલ સ્વામી