ગુજરાત ના મુખ્યમંત્રી નો સમસ્ત પ્રજાપતિ સમાજ વતી આગેવાનો દ્વારા આભાર વ્યક્ત કર્યો.
પાટણ તા. ૨૩
રાજ્યના પાટનગરમાં મોટી સંખ્યામાં પ્રજાપતિ સમાજ વસવાટ કરે છે. છતા સમાજની શહેરમાં વાડી કે સંકુલ બન્યુ નથી.સરકારમાં વર્ષોથી જગ્યા ફાળવવા માટે સમાજના અલગ અલગ સંગઠનો દ્વારા માંગણી કરવામાં આવતી હતી. તેમ છતાં સમાજને પ્રતિક્ષા કરવી પડતી હતી. સમસ્ત ગુજરાત પ્રજાપતિ સમાજ દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલને પ્રજાપતિ સમાજને જગ્યા ફાળવવા માંગણી કરવામાં આવી હતી.
જેમાં શેરથા ગામ પાસે ૧૫ હજાર ચોરસ મીટર જગ્યા ૫૦ ટકાના ભાવથી ફાળવતા પ્રજાપતિ સમાજ દ્વારા ગાંધી નગરમાં જગ્યા ફાળવવાની માંગણીનો અંત આવ્યો છે.રાજ્યમાં મોટી સંખ્યામાં પ્રજાપતિ સમાજ વસવાટ કરે છે. તેની સાથે ગાંધીનગરમાં પણ સમાજની સંખ્યા બહોળા પ્રમાણમાં છે.
પરંતુ સમાજના યુવાનોને શિક્ષિત કરવા માટે એક સંકુલની ખોટ પડતી હતી.જેને લઇને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ પાસે જગ્યાની માંગ કરવામાં આવતા તેમના દ્વારા શેરથા પાસે ૧૫ હજાર ચોરસ મીટર જગ્યા બજાર કિંમત થી ૫૦ ટકાના ભાવે આપી સમાજની માંગ પુરી કરી છે.ત્યારે ગુજરાત ના મુખ્યમંત્રી નો સમસ્ત પ્રજાપતિ સમાજ વતી સમાજ આગેવાનો એ રૂબરૂ મળી આભાર વ્યક્ત કર્યો હતો.
અહેવાલ યશપાલ સ્વામી