fbpx

આજના ટેકનોલોજી ના યુગમાં બાળકો શિક્ષણ થકી જ સમૃદ્ધિ પ્રાપ્ત કરી શકશે : ડો.વી.એમ.શાહ.

Date:

પોતાના માદરે વતનની બાલુવા પ્રા.શાળાના વિદ્યાર્થીઓને દર વષૅની જેમ ચાલુ વર્ષે પણ શૈક્ષણિક કીટ અપૅણ કરતા ડો.વી.એમ.શાહ

શૈક્ષણિક કીટ વિતરણના કાર્યક્રમ મા રાજકીય, સામાજિક આગેવાનો, ગ્રામજનો અને શાળા પરિવાર ઉપસ્થિત રહ્યો..

પાટણ તા. 24 પાટણ શહેરના જાણીતા ગાયનેક તબીબ ડો. વી. એમ. શાહ દ્વારા પોતાના માદરે વતન એવા સરસ્વતી તાલુકાના બાલુવા ગામની પ્રાથમિક શાળા મા છેલ્લા 22 વષૅ થી ધો.1 થી ધો 8 મા અભ્યાસ કરતાં 250 થી વધુ વિધાર્થીઓને શૈક્ષણિક કીટ અપૅણ કરવામાં આવે છે ત્યારે ચાલુ સાલે પણ સોમવાર ના રોજ ડો. વી. એમ. શાહ દ્વારા બાલુવા પ્રાથમિક શાળા ખાતે વિધાર્થીઓને શૈક્ષણિક કીટ અપૅણ કરવામાં આવી હતી.

આ શૈક્ષણિક પ્રવૃતિ ના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા ડો. વી. એમ. શાહે જણાવ્યું હતું કે આજના ટેકનોલોજી ના યુગમાં શિક્ષણ થકી જ બાળકો સમૃદ્ધિ પ્રાપ્ત કરી શકે છે. તેઓએ માદરે વતનની શાળાના બાળકો ને ઉચ્ચ શિક્ષણ મેળવવા અપીલ કરી શાળાની તમામ જરૂરિયાત પરિપૂર્ણ કરી આપવાની ખાતરી આપી હતી.

આ શૈક્ષણિક કીટ વિતરણ પ્રસંગે પાટણ શહેર ભાજપના પૂવૅ પ્રમુખ સુરેશભાઈ પટેલ,રેવાભાઈ દેસાઈ, ભાવિન સાલવી, પ્રહલાદભાઈ રાવળ, આઈસીડીએસ સીડીપીઓ ઉમિલાબેન પટેલ, શાળાના આચાર્ય ભાવેશભાઈ સહિત રાજકીય, સામાજિક આગેવાનો સહિત બાલુવા ના ગ્રામજનો, શાળાના સમગ્ર સ્ટાફ પરિવારે ઉપસ્થિત રહી શાળાના વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કયૉ હતા.

પાટણના જાણીતા ગાયનેક તબીબી ડો. વી. એમ. શાહ દ્વારા છેલ્લા 22 વષૅથી કરવામાં આવતી આ શૈક્ષણિક પ્રવૃતિ અને ગ્રામજનોને તન, મન અને ધનથી સહિયોગી બનવા બદલ શાળા પરિવાર સહિત સમગ્ર બાલુવા ગ્રામજનો એ તેઓનું સન્માન પત્ર આપી અભિવાદન કરવામાં આવ્યું હતું.

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણ યુનિવર્સિટીના પૂર્વ કા. કુલપતિ ડો. અનિલ નાયકની IIMAના સેક્રેટરી પદે બિનહરીફ વરણી..

પાટણ યુનિવર્સિટીના પૂર્વ કા. કુલપતિ ડો. અનિલ નાયકની IIMAના સેક્રેટરી પદે બિનહરીફ વરણી.. ~ #369News

પાટણ શહેરના ૪૬ જેટલા સીસીરોડ અને બ્લોક પેવીગ ના રૂ.૨૫૫ લાખના કામોનું ખાતમુર્હુત કરાયું..

ખાતમુહૂર્ત પ્રસંગે પાટણ લોકસભાના ઉમેદવાર અને પાલિકા પ્રમુખ સહિત...