google.com, pub-6060226431668791, DIRECT, f08c47fec0942fa0

પાટણ જિલ્લા પંચાયતની આયોજન સમિતિ બિનહરીફ બની..

Date:

પાટણ તા. ૧૪
પાટણ જિલ્લા પંચાયતની આયોજન સમિતિની ૧૬ સભ્યોની સમિતિ રચના માટે ૧૬ ઉમેદવારો એ જ પોતાના ઉમેદવારી ફોમૅ રજૂ કરતાં આયોજન સમિતિની રચના માટે આયોજિત ચુટણી વગર જ તમામે તમામ ૧૬ આયોજન સમિતિના ઉમેદવારોને બિનહરીફ વિજેતા જાહેર કરવામાં આવ્યાં હોવાનું પાટણ જિલ્લા પંચાયત ના સુત્રો તરફથી જાણવા મળ્યું છે.

પાટણ જિલ્લા પંચાયત ની જિલ્લા આયોજન સમિતિ ની રચના કરવા માટે નિયમો ૨૦૧૬ ના નિયમ-
૨૫-માં સમાવિષ્ટ કરેલી જોગવાઇઓ અનુસાર, પાટણ જિલ્લા આયોજન સમિતિ ના ૧૬ ઉમેદવારો ની નિમણૂંક માટે ચુટણી જાહેર કરવામાં આવી હતી જેમાં આયોજન સમિતિ ના ૧૬ સભ્યો સામે ૧૬ ઉમેદવારો ના જ ઉમેદવારી ફોર્મ રજૂ થતાં જિલ્લા આયોજન સમિતિ ને બિન હરિફ જાહેર કરવામાં આવી હતી.

પાટણ જિલ્લા પંચાયત આયોજન સમિતિ મા બિન હરીફ ચુટાયેલ ૧૬ સભ્યો માં પટેલ દિપમાલાબેન ભાવિકભાઇ, ઠાકોર જશીબેન ચેહરસંગ, માલધારી ગોવિંદભાઇ ઇશ્વરભાઇ, ઠાકોર બાબુજી બાજુજી, દેસાઇ સેજલબેન દિલીપભાઇ, મકવાણા ભાનુમતી વિજયકુમાર, ડાભી હેતલબેન જગદીશભાઇ, ચૌધરી ભરતભાઇ ધનાભાઇ, પટેલ તારાબેન રમેશભાઈ, ઠાકોર સાંકાજી ધુડાજી, પટેલ દિપકભાઇ ડાહ્યાભાઇ, ઠાકોર મનુભાઇ મફાજી, ભીલ બાબુભાઇ મોહનભાઇ, ઠાકોર આશાબેન વિક્રમજી, આયર જીવણભાઇ રામાભાઇ, ચૌધરી ભારતીબેન દિનેશભાઇ બિનહરીફ ચુટાયા હોવાનું પાટણ જિલ્લા પંચાયત ના સુત્રો એ જણાવ્યું હતું.

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણ પાલિકાએ બાકી વેરા પેટે અંદાજિત 35 કરોડ માથી એક જ વષૅ મા 17 કરોડ વસુલ્યા..

પાટણ પાલિકાએ બાકી વેરા પેટે અંદાજિત 35 કરોડ માથી એક જ વષૅ મા 17 કરોડ વસુલ્યા.. ~ #369News

પાટણ જિલ્લાના ખેડૂતોને એક વર્ષમાં ટ્રેક્ટર ખરીદવા રાજય સરકાર દ્વારા રૂ.4 .86 કરોડની સહાય અપાઈ..

પાટણ જિલ્લાના ખેડૂતોને એક વર્ષમાં ટ્રેક્ટર ખરીદવા રાજય સરકાર દ્વારા રૂ.4 .86 કરોડની સહાય અપાઈ.. ~ #369News