fbpx

રાધનપુર ની જૂની બજારમાં આવેલી સોનીની દુકાનમાં શોર્ટ સર્કિટના કારણે આગ ભભૂકી : વેપારીને મોટું નુકસાન…

Date:

પાટણ તા. ૨૭
રાધનપુરની જૂની બજાર માં આવેલી સોની ની દુકાનમાં સોમવારે અચાનક આગ ભભુકી ઉઠતાં તમામ સામાન બળીને ખાખ થઈ ગયો હતો. રાધનપુર ફાયર બ્રિગેડના બે બમ્બાની મદદથી બે કલાકની જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવવામાં આવ્યો હતો.

રાધનપુર શહેરના જુની બજાર માં આવેલી ભોલે ટચ નામની ભરત સોની ની દુકાન માં આગ લાગતા દુકાન માં પડેલ માલ સામાન બળી ને ખાખ થઈ જતા વેપારીને નુકસાન ભોગવાનો વારો આવ્યો હતો. તો આગે વિનાશક સ્વરૂપ ધારણ કરતા આસપાસના વિસ્તારમાં ભારે હલચલ મચી જવા પામી હતી બનાવ ની જાણ રાધનપુર ફાયર બ્રિગેડને કરતા ફાયર ટીમ બમ્બા સાથે તાત્કાલિક ઘટના સ્થળે આવી પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો.

આ આગમાં દુકાનનો તમામ સરસામાન તેમજ ફર્નિચર વિગેરે બળીને ખાખ થઈ ગયા હતા. ફાયર બ્રિગેડ ની બે કલાકની જહેમત બાદ આગ બુઝાવવામાં આવી હતી. આગ શોર્ટ સર્કિટ થી લાગી હોવાનું જાણવા મળી રહ્યું છે.

Share post:

Subscribe

Popular

More like this
Related