શહેરના હિગળાચાચર ચોકના વેપારીઓ પણ આ લોક જાગૃતિ કાર્યક્રમમાં જોડાયા..
પાટણ તા. ૨૬
પાટણ જિલ્લા અને શહેર એ ડિવિઝન પોલીસ દ્વારા સુરક્ષા સેતુ સેન્ટર અંતગૅત ઇન્ટરનેશનલ ડ્રગ્સ એબ્યુઝ એન્ડ ઈલીસીન્ટ ટ્રાફિકિંગ ડે નિમિત્તે બુધવારે શહેર ના હિંગળા ચાચર ચોક માં જાગૃતિ કાર્યક્રમ યોજયો હતો.
આ કાર્યક્રમમાં હિંગળાચાચર ચોક વિસ્તારના વેપારીઓએ જોડાઈ ડ્રગ્સના દૂષણને ડામવા પોસ્ટર બેનર સાથે જાગૃતિ લાવવા માટેનો અનેરો પ્રયાસ કર્યો હતો..પાટણ શહેરએ ડિવિઝન પોલીસ દ્વારા શહેરના હિંગળા ચાચર ચોક વિસ્તારના વેપારીઓ અને વાહન ચાલકોને સાથે રાખીને સમાજમાં ડ્રગ્સ નું દૂષણ ડામવા માટેનો એક અનેરો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
આ કાર્યક્રમમાં પોલીસ દ્વારા ડ્રગ્સના દૂષણ અંગે માહિતી આપવામાં આવી હતી. પાટણ જિલ્લા પોલીસ દ્વારા ડ્રગ્સના દૂષણ સામે અવાર નવાર કામગીરી કરવામાં આવતી હોય છે. સાથે જ ડ્રગ્સ અવરનેસ પ્રોગ્રામ થકી વિવિધ સ્કૂલોમાં કાર્યક્રમ કરી અને જાગૃતિ લાવવાનો અનેરો પ્રયાસ કરવામાં આવે છે.
જ્યારે બુધવારે ખાસ દિવસ તરીકે ઉજવી પોસ્ટર બેનર સાથે શહેરના હિંગળાચાચર ચોક વિસ્તારના વેપારીઓ અને વાહન ચાલકો, નાગરિકો, અધિકારી ઓ સાથે મળી વ્યસન મુક્ત પાટણ થાય તેવો અનેરો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો હતો.
અહેવાલ યશપાલ સ્વામી