પાટણમાં દિવ્યાંગજનો માટે એક દિવસીય સેમિનારનું આયોજન કરવામાં આવ્યું..
પાટણ તા. ૧૦
પાટણ શહેરમાં વસતા દિવ્યાંગજનો માટે એક દિવસીય સેમિનારનું આયોજન પાટણ મહિલા મંડળ ખાતે વિશ્વ દિવ્યાંગજન દિવસ’ની ઉજવણી અંતગૅત કરવામાં આવ્યું હતું.આ ઉજવણીનાં ભાગરુપે પાટણ મહિલા મંડળ અને અષ્ટાવક્ર વિકલાંગ ટ્રસ્ટ દ્વારા દિવ્યાંગો માટે સરકારની વિવિધ કલ્યાણકારી યોજના ઓ તથા તેમનાં માટેનાં કાયદા અને તેઓને મળતાં સરકારી લાભોની માહિતી આપવામાં આવી હતી.
આ પ્રસંગે અધિકારીઓ તથા સંસ્થાઓનાં અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.દર વર્ષની જેમ આ વર્ષે પણ પાટણ ની મહિલા મંડળ ખાતે આયોજિત કાર્યક્રમમાં ૬૦ બેનો જોડાઇ હતી. આ પ્રસંગે આશીર્વાદ ફાઉન્ડેશન નાં ડિમ્પલબેન પટેલે સ્તન કેન્સરની જાણકારી, ચકાસણી,શક્યતા, સારવાર, ઉપાય, સાવચેતી વિગેરેની જાણકારી આપી નવા વર્ષના અન્ય કાર્યક્રમોની જાણકારી આપી હતી.
અહેવાલ યશપાલ સ્વામી