પાટણ સહિત જિલ્લામાં યોજાયેલી લોક અદાલતોમાં મોટી સંખ્યામાં કેસોનો નિકાલ..
પાટણ તા. ૧૦
પાટણ જિલ્લા અદાલત સહિત પાટણ જિલ્લાની તમામ અદાલતોમાં ચાલુ વર્ષ ૨૦૨૩ ની છેલ્લી લોક અદાલતો યોજાઇ હતી. જેમાં મોટી સંખ્યામાં કેસોનો નિકાલ કરાયો હતો તથા વિભિન્ન નાણાંકીય લેવડ દેવડની ઉઘરાણીનાં હિસાબોનાં મોટી રકમનાં સમાધાનથયા હતા.પાટણ જિલ્લા કાનુની સેવા સત્તા મંડળનાં ચેરમેન અને ડિસ્ટ્રીક્ટ જજ હિતાબેન ભટ્ટ, સેક્રેટરી વ મેજિસ્ટ્રેટ આર.એન. નાગોરી એ લોક અદાલતનું દિપ પ્રગટાવીને ઉદ્ઘાટન કર્યુ હતું.
આ પ્રસંગે ડિસ્ટ્રીકટ જજે જણાવ્યું કે, આજની લોકઅદાલત ૨૦૨૩ની આખરી લોક અદાલત છે. આ લોક અદાલતનાં અનેક લાભોથી લાભાર્થીઓને પોતાનાં કેસનું ઝડપી સમાધાન કરવાની તક મળશે.આ પ્રસંગે પાટણ જિલ્લા કોર્ટનાં મુખ્ય સરકારી વકીલ શૈલેષભાઇ એચ. ઠક્કર, જનકભાઈ ડી. ઠક્કર, જી.એસ. પ્રિયદર્શી, અજિતાબેન ભટ્ટ સહિત અન્ય સરકારી વકીલો, વકીલ મિત્રો, પક્ષકારો, સેસન્સ જજ અને મેજિસ્ટ્રેટો તથા પક્ષકારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આજની આ લોક અદાલતોમાં પ્રિલીટી ગેશન કેસોની પણ કામગીરી હાથ ધરાઇ હતી જેમાં પાટણ જિલ્લાની વીમા કંપનીઓ,બેંકો, ફાઇનાન્સ કંપનીઓ, ટ્રાફીક ઇચલણ સહિત અન્ય કેસો મુકીને તેનો નિકાલ કરાયો હતો.
આ પ્રસંગે પાટણ જિલ્લા કાનુની સેવા સત્તા મંડળ અને મિડીયેશન સેન્ટરનાં આરતીબેન જોશી, મુકેશ
ભાઈ માળી સહિત પેરાલીગલ વોલેન્ટીયર્સ જાગૃતિબેન પ્રજાપતિ, ભાવનાબેન મેવાડા સહિત અન્યો ઉપસ્થિત રહ્યા હતા.
અહેવાલ યશપાલ સ્વામી