મહેમદપુર ની દીકરીઓએ સાબિત કર્યુ દીકરા- દીકરી એકસમાન…
અંતિમવિધિ સમયે સિદ્ધપુર મુક્તિધામ દિકરીઓ હાજર રહી..
પાટણ તા. ૧૪
કહેવાય છે કે માતા-પિતાના મૃત્યુ પર દીકરો જ મુખાગ્નિ આપી અંતિમવિધિ કરી શકે. પરંતુ આજના આધુનિક યુગમાં દીકરો -દીકરી બંનેને એક સમાન ગણવામાં આવે છે.હવે ભાગ્યે જ એવું કોઈ કામ હશે જે દીકરાની જેમ દીકરી ન કરી શકે.આવી જ એક ઘટના પાટણ જિલ્લાના મહેમદપુર ગામે સામે આવી છે.
અહીં ચાર બહેનોએ માતાની અંતિમ સંસ્કાર વિધિ કરી પુત્રધર્મ નિભાવ્યો હતો. આ ચાર દીકરીઓએ પરિવારમાં પુત્રની ખોટ વર્તાવા દીધી ન હતી અને દીકરો જ મુખાગ્નિ આપે તે પરંપરાથી આગળ નીકળી હતી.
પાટણ તાલુકાના મહેમદપુર ગામના અગ્રણી ખોડાભાઈ હરિદાસ પટેલનાં ધર્મપત્ની નાનીબા નું ગુરુવારે 90 વર્ષની ઉંમરે અવસાન થયું હતું. જેમને સંતાનમાં માત્ર ચાર દીકરીઓ જ છે.
પુત્ર ન હોઈ પસીબેન, શારદાબેન, નર્મદાબેન અને ભાવનાબેન નામની ચારેય દીકરીઓએ માતાની અર્થીને કાંધ આપવાથી લઈ મુખાગ્નિ સહિતની અંતિમક્રિયાની તમામ વિધિ સિદ્ધપુર મુક્તિધામ ખાતે કરી પુત્ર ધર્મ નિભાવ્યો હતો.આ સમયે મોટી સંખ્યામાં હાજર પરિવારજનો, સંબંધીઓ સૌની આંખો ભીની થઈ ગઈ હતી.
અહેવાલ યશપાલ સ્વામી