google.com, pub-6060226431668791, DIRECT, f08c47fec0942fa0

વિદેશી દારૂ થી ભરેલી ગાડી સાથે બુટલેગર ની ઝડપી લેતી સિધ્ધપુર પોલીસ..

Date:

વિદેશી દારૂની બોટલ-ટીન નંગ-672 અને ગાડી મળી કુલ કિ.રૂ.7,85,160 નો મુદામાલ જપ્ત કર્યો..

પાટણ તા. 30 સિધ્ધપુર પોલીસે બાતમીના આધારે વિદેશી દારૂની હેરાફેરે કરતી ગાડી સાથે એક બુટલેગરને ઝડપી વિદેશી દારૂના જથ્થો અને ગાડી સહિતનો મુદ્દા માલ પોલીસ હસ્તગત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે. આ બાબતે પોલીસ સુત્રો તરફ તરફથી મળતી હકીકત મુજબ પાટણ જિલ્લા પોલીસ અધિક્ષક ડો.રવિન્દ્ર પટેલ દ્વારા પાટણ શહેર અને જીલ્લામાંથી પ્રોહિ લગતની ગેરકાયદેસર પ્રવૃતી દુર કરવા કરેલ સુચના આધારે નાયબ પોલીસ અધિક્ષક કે.કે.પંડ્યા ના સીધા માર્ગદર્શન હેઠળ સિધ્ધપુર પીઆઈ જે.બી.આચાર્ય પોલીસ સ્ટાફના માણસો સાથે પેટ્રોલીગમાં હતા તે દરમિયાન બાતમી હકીકત મળેલ કે એક સફેદ કલરની બ્રેઝા ગાડી નં.GJ-27-EA-0122 માં ભારતીય બનાવટનો વિદેશીદારૂનો જથ્થો ભરી પાલનપુર બાજુથી આવી સિધ્ધપુર હાઇવે ઉપર થઇ અમદાવાદ બાજુ જનાર છે જે હકીકત આધારે ગાડીની વોચ તપાસમાં રહી સરસ્વતી નદી ઉપર આવેલ બ્રીજના છેડે વાહનોની આડાશ કરી માગૅ પરથી આવતી બાતમી વાળા નંબર ની બ્રેઝા ગાડીને તેના ચાલક સાથે પકડી પાડી તલાસી લેતા ગાડી માથી ભારતીય બનાવટના પ્રરપ્રાંતિય વિદેશી દારૂની નાની મોટી અલગ અલગ બ્રાન્ડની કુલ બોટલ-ટીન નંગ-672 કુલ કિ.રૂા.80,160 તથા મોબાઇલ નંગ-1 કિ.રૂા.500 તથા બ્રેઝા ગાડી કિ.રૂા.7 લાખની મળી કુલ કિ.રૂા.7,85,160 ના મુદ્દામાલ સાથે મનોહરસિહ ઓમસિહ ઉર્ફે વખતસિહ રાઠોડ ઉ.વ. 27 મુળ.રહે જયસમંધ અદવાસ તા.જયસમંધ જી.ઉદેપુર રાજસ્થાન હાલ રહે. બાપુનગર પાર્વતીનગર કોલોની જલારામ મંદિરની પાસે અમદાવાદ વાળાને ઝડપી આ ગુનામાં સંડોવાયેલા ગુલાબસિહ માધુસિહ રાજપુત (રાઠોડ) હાલ રહે.પાલનપુર, મુળ રહે. જયસમંધ અદવાસ તા.જયસમંધ જી.ઉદેપુર રાજસ્થાન વાળાને ઝડપી લેવા પોલીસે ચક્રોગતિમાન કયૉ હોવાનું જાણવા મળ્યું છે.

અહેવાલ યશપાલ સ્વામી

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણ જિલ્લા સહકારી સંઘના ચેરમેન પદે સુરેશભાઇ સી.પટેલ વરાયા..

પાટણ તા. 22 પાટણ મામલતદારના અઘ્યક્ષ સ્થાને પાટણ જિલ્લા...

પાટણના જુના સર્કિટ હાઉસના પ્રવેશ દ્વાર પાછળ ખડકાયેલ કચરાના ઢગને દૂર કરવા માંગ ઉઠી.

પાટણના જુના સર્કિટ હાઉસના પ્રવેશ દ્વાર પાછળ ખડકાયેલ કચરાના ઢગને દૂર કરવા માંગ ઉઠી. ~ #369News

પાટણ માગૅ મકાન વિભાગ દ્વારા જિલ્લામાં વરસાદ મા ધોવાણ થયેલા રોડો ની રીપેરીંગ કામગીરી હાથ ધરાઈ.

પાટણ તા. ૨પાટણ જિલ્લામાં ક્ષતિગ્રસ્ત થયેલા તમામ નાના-મોટા રોડ,...