પાટણ. ૧૪
પાટણ સાંસદ ભરતસિંહ ડાભીએ કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ દ્રારા ભારતીય આર્મી ટેન્ક્સ T-72 ના ઓવરઓલ માટેની તાજેતરમાં કરવામાં આવેલ દરખાસ્ત મામલે પોતાના પાટણ લોકસભા વિસ્તારમાં આ પ્રોજેક્ટ નો પ્રસ્તાવ મુકવામાં આવે અને આ પ્રસ્તાવ માટે ની ચચૉ કરવા માટે તેઓની વ્યકતિ ગત નિમણૂંક કરવામાં આવે તેવી રજુઆત લેખિત પત્ર દ્રારા કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.પાટણ સાંસદ ભરતસિંહ ડાભી એ કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજેન્દ્રનાથસિહ ને લેખીત પત્ર મા આ બાબતે જણાવ્યું છે કે પાટણનો મારો મત વિસ્તાર ગુજરાતનો સરહદી વિસ્તાર છે અને આ વિસ્તારના રહેવાસીઓ માટે રોજ ગારીની તકોનો ખુબ જ અભાવ છે.
ત્યારે મને જાણ કરવામાં આવી છે કે ભારતીય સેના તેના ટેન્ક્સ મોડલ T-72ના ઓવર ઓલ પ્રોજેક્ટનો પ્રસ્તાવ મૂકે છે. આ પ્રોજેક્ટ જો મારા મતવિસ્તારમાં આવે તો દેશની સુરક્ષા માટે કામ કરવા ઉપરાંત લગભગ આ વિસ્તાર ના 10 હજારથી વધુ લોકોને રોજગારીની તક મળી શકે તેમ છે. તો આ પ્રોજેક્ટ પાટણ લોકસભા વિસ્તારમાં પ્રસ્થાપિત કરવા માટે અમને વ્યક્તિગત રીતે ચર્ચા કરવા માટે નિમણુંક આપવામાં આવે તેવી રજુઆત તેઓ દ્રારા કરવામાં આવી હોવાનું પાટણ સાણંદના અંગત સુત્રો એ જણાવ્યું હતું.
અહેવાલ યશપાલ સ્વામી