ત્રણ સેશનમાં અંદાજિત 80000 થી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષાઓ આપશે..
પાટણ તા. ૨૭
હેમચંદ્રાચાર્ય ઉતર ગુજરાત યુનિવર્સિટી દ્વારા બુધવાર થી ત્રણ સેશનમાં નવા શૈક્ષણિક સત્રમાં પ્રવેશ લેનાર તમામ સ્નાતક – અનુસ્નાતક સેમ 1 ની પરીક્ષાઓ સંલગ્ન કોલેજોના 150 સેન્ટરોમાં શાંતિ પૂણૅ માહોલમાં શરૂ થવા પામી હતી.પ્રથમ દિવસે પરીક્ષા સેન્ટરો ઉપર સવારે 8:30 થી 11 , 11:30 થી 2 અને 2: 00 થી 5 એમ ત્રણ સેશનમાં અલગ અલગ પાંચ વિદ્યા શાખાઓની પરીક્ષાઓ યોજાઈ હતી.
આ પરીક્ષામાં નવી શિક્ષણનીતિ અંતર્ગત યુનિવર્સિટી ની પરીક્ષાના ગુણોમાં ફેરફાર કરાયો હોય 70 ના બદલે 50 ગુણનું પ્રશ્નપત્ર આપવામાં આવ્યુ હતું. ગુણમાં ઘટાડો પરંતુ સમયમાં કોઈ ફેરફાર કરાયો ના હોય પહેલા પરીક્ષામાં અપાતા સમય મુજબ જ 2:30 કલાકનો સમય છાત્રોને આપવામાં આવ્યો હતો. પરીક્ષાર્થીઓ ને સંપૂર્ણ સમય મળતા છાત્રો દ્વારા શાંતિપૂર્ણ માહોલમાં સમયના અભાવ વચ્ચે પરીક્ષા આપી હતી. અંદાજીત 80 હજારથી વધુ વિધાર્થીઓ દ્રારા આ પરિક્ષા આપનાર હોવાનું યુનિવર્સિટી ના સુત્રોએ જણાવ્યું હતું.
અહેવાલ યશપાલ સ્વામી