google.com, pub-6060226431668791, DIRECT, f08c47fec0942fa0

યુનિવર્સિટી ની જમીન સંપાદનની રકમ ખેડૂત ને ચુકવવા મામલે યુનિવર્સિટી પુન: સ્ટે લાવી…

Date:

પાટણ તા. ૨૭
હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી માટે જમીન સંપાદનમાં યોગ્ય વળતર ન મળતા નાંદોલીયા પરીવાર દ્વારા 35 વર્ષથી કોર્ટે ની લડત લડી 3.28 કરોડની રકમ મેળવ્યા બાદ બાકી રહેલ વ્યાજની રકમની ગણતરી કરી 11.54 કરોડ ની રકમનું ચુકવણું કરવા ફરી ડિસ્ટ્રીક સિવિલ કોર્ટમાં કેસ કરતા કોર્ટે ચુકવણું કરવા હૂકમ કર્યો હતો.જે અનુસંધાન એક મહિનામાં ચુકવણું ન થતાં ગત 21 ડિસે મિલ્કત જપ્તીનુ વોરંટ ઇસ્યુ કરતા વોરંટ રદ કરાવવા યુનિ. દ્વારા રાતોરાત રૂ. 11.54 કરોડનો ચેક કોર્ટમાં જમાં કરાવતા વોરંટ ટળ્યું હતું.

ત્યારે યુનિવર્સિટીને ખેડૂતે કોર્ટમાં રજૂ કરેલ રકમ વધુ હોવાની આશંકા થતા તપાસ કરતા ખેડૂત દ્વારા કોર્ટમાં ખોટી ગણતરી કરીને રજૂ કરાઈ હોવાનુ જાણવા મળતા હાઇકોર્ટમાં ચુકવણું અટકાવવા અને કોર્ટે કરેલા હુકમ રદ કરવા પીટીશન દાખલ કરાઈ હતી.જે અનુસંધાને હાઇકોર્ટ દ્વારા ગતરોજ યુનિ.ની અરજી આધારે ખોટું ચુકવણું ના થાય અને ખેડૂતને મળવા પાત્ર વળતર મળે માટે યોગ્ય પુરાવા તપાસ્યા બાદ નિર્ણય લેવા માટ 15 જાન્યુઆરી સુધીની મુદત આપી યુનિ.એ કોર્ટમાં જમા કરાવેલ ચેકમાંથી હાલ ખેડૂતને ચૂકવવાનું ના કરવા સ્ટે આપ્યો હોવાનું યુનિવર્સિટી ના સુત્રોએ જણાવ્યું હતું.

અહેવાલ યશપાલ સ્વામી

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણના પદ્મનાભ મંદિર તરફના હાઈવે ચાર રસ્તા નાં નવીન માઞૅ ના કામનો પ્રારંભ કરાયો.

ગુજરાત પ્રદેશ ભાજપના પૂર્વ મહામંત્રી કે સી પટેલે શહેરના...

પાટણની સુજનીપુર સબ જેલ ખાતેના આરોપીઓને ફાસ્ટફૂડ અને સ્ટોલ ઉદ્યમીની તાલીમ આપવામાં આવી…

પાટણ તા. ૧૨બરોડા ગ્રામીણ સ્વરોજગાર તાલીમ સંસ્થા, પાટણ દ્વારા...