fbpx

પાટણ જિલ્લા અધિક નિવાસી કલેક્ટર પ્રદિપસિંહ રાઠોડ નો વિદાય સમારંભ યોજાયો..

Date:

પાટણ તા. ૨૮
પાટણ જિલ્લા નિવાસી અધિક કલેક્ટર પ્રદિપસિંહ રાઠોડે છેલ્લા 2 વર્ષ જિલ્લામાં ફરજ બજાવી તેઓની બદલી થતા ગુરૂવારે જિલ્લા સેવા સદન ખાતે કલેક્ટર સહિત ના અધિકારીઓ,કર્મચારીઓ દ્વારા તેઓને ભાવભેર વિદાય આપવાના કાર્યક્રમ સાથે નવનિયુક્ત અધિક નિવાસી કલેકટર બી.એસ.પટેલ નો આવકાર કાર્યક્રમ યોજાયો હતો.

આ પ્રસંગે વિદાય લઈ રહેલા પ્રદિપસિંહ રાઠોડને વિવિધ વિભાગોનાં અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા સાલ,બુકે,મોમેન્ટૉ આપીને સન્માન કરવામાં આવ્યુ હતુ. અધિકારીઓએ પ્રદિપ સિંહ રાઠોડ સાથે કામ કરવાનાં પોતાના અનુભવો વર્ણન કર્યા હતા.

જિલ્લા કલેક્ટર અરવિંદ વિજયને પણ પોતાના સમયગાળા દરમિયાન પ્રદિપસિંહ રાઠોડ સાથે કરેલ કામ અને અનુભવોને યાદ કર્યા હતા અને તેઓને શુભેચ્છા આપી હતી. નવનિયુક્ત નિવાસી અધિક કલેક્ટર બી.એસ.પટેલે નવી ઉર્જાની સાથે આગળ કામ કરવાની વાત કરી હતી. ત્યારબાદ નિવાસી અધિક કલેક્ટરે છેલ્લા 2 વર્ષમાં કરેલા કામ અને અનુભવોને વાગોળ્યા હતા.

નિવાસી અધિક કલેક્ટર પ્રદિપસિંહ રાઠોડનાં વિદાય સમારંભમાં જિલ્લા કલેક્ટર અરવિંદ વિજયન, જિલ્લા વિકાસ અધિકારી ડી.એમ.સોલંકી, નવનિયુક્ત નિવાસી અધિક કલેક્ટર બી.એસ.પટેલ, તેમજ વિવિધ અધિકારીઓ, કર્મચારીઓ ઉપસ્થિત રહ્યાં હતા.

Share post:

Subscribe

Popular

More like this
Related

બળાત્કાર,અપહરણ અને પોક્સો ના ગુનામા નાસતા ફરતા આરોપીને હારીજ પોલીસે ઝડપ્યો.

બળાત્કાર,અપહરણ અને પોક્સો ના ગુનામા નાસતા ફરતા આરોપીને હારીજ પોલીસે ઝડપ્યો. ~ #369News

પાટણ વાસીઓએ મકરસંક્રાંતિ એ 5 હજાર કિલો ઉંધીયુ, 800 કિલો ફાફડાઅને 1500 કિલો જલેબી ની મિજબાની માણી..

ઉંધીયુ,જલેબી,ફાફડા ની ખરીદી માટે સ્ટોલો ઉપર વહેલી સવારથી લાંબી...

પાટણ અને હારીજ ખાતે યોજાનાર ભગવાન પરશુરામની જન્મ જયંતી પર્વની ઉજવણીને લઇ રાત્રી બેઠક મળી..

પાટણ જિલ્લા સમસ્ત બ્રહ્મ સમાજના પ્રમુખ સહિત સમાજ આગેવાનો...