પાટણ ના ઈતિહાસ કાર પ્રો.મુકુંદભાઈ પી.બ્રહમક્ષત્રિય ના પરિવાર ધ્વારા સિદ્ધપુર સ્થિત રામજી મંદિર નો પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા ઉત્સવ ઉજવાયો…

પાટણ તા. 24
પાટણ જિલ્લાના સિદ્ધપુર સ્થિત સમસ્ત બ્રહમક્ષત્રિય જ્ઞાતિના રામજી મંદિર નો જીર્ણોદ્ધાર તાજેતરમાં ભવ્ય રીતે સંપન્ન થયો.આ મંદિર માં ભગવાન રામ, લક્ષ્મણજી તથા માતા સીતા ની મુર્તિઓ લગભગ 187 વર્ષ પૂર્વે સ્થાપિત કરવામાં આવી હતી. સંજોગો વસાત કાળક્રમે ભગવાન રામની મુર્તિ ખંડિત થતાં ઘણા સમયથી મંદિર બંધ હતું તથા સેવા થઈ શકતી નોહતી. આ ભગીરથ કાર્ય પૂર્ણ કરવા પાટણના પનોતા પુત્ર તથા જાણીતા ઈતિહાસ કાર પ્રો. મુકુંદ ભાઈ પી. બ્રહમક્ષત્રિયના કુટુંબીજનો એ જવાબદારી નિભાવી મંદિરનુ સમારકામ કરી ભગવાન રામની નવી મુર્તિ તથા પ્રતિષ્ઠા નું મહાકાર્ય સિદ્ધપુર સ્થિત વિધ્વાન બ્રાહ્મણો દ્વારા ભારતીય પરંપરા અનુસાર પુજા-વિધી,મંત્રોચાર તથા સ્થાપન ના નિયમ મુજબ મુર્તિ પ્રતિષ્ઠાનું કાર્ય કર્યું હતું.મુખ્ય યજમાન તરીકે પાટણના ગ. સ્વ. કંચનબેન મુકુંદભાઈ બ્રહમક્ષત્રિય, જયેન્દ્ર ભાઈ બ્રહમક્ષત્રિય, શૈલેષભાઈ બ્રહમ ક્ષત્રિય,તથા ડૉ.સંજય બ્રહમક્ષત્રિય સતત પૂજા-વિધી માં ભાગ લઈ ભગવાન રામની પ્રાણ પ્રતિષ્ઠા પૂર્ણ કરી હતી.સતત ત્રણ દિવસ ચાલેલા આ પુર્ણ્ય કાર્યમાં મોટી સંખ્યામાં જ્ઞાતી જનોએ ભોજનની પ્રસાદી લઈ ધન્યતા અનુભવી હતી. સિદ્ધપુર સ્થિત જીર્ણોદ્ધાર થયેલા આ રામજી મંદિર ના ટ્રસ્ટીઑ તથા સમસ્ત જ્ઞાતિ જનોએ તન-મન તથા ધનથી સક્રિય ભૂમિકા ભજવી હતી.આ તબક્કે યજમાન પ્રો. મુકુંદભાઈ બ્રહમક્ષત્રિય પાટણ પરિવારે સૌનો આભાર વ્યક્ત કર્યો હતો.