ઐઠોર ગણપતિ મંદિર, કાંકરિયા પ્રાણી અભ્યારણ્ય અને શૈક્ષણિક માહિતી સાથે બાળકોને માહિતગાર બનાવાયા..
પાટણ તા. ૫
શૈક્ષણિક ક્ષેત્રે આગવી ઓળખ ઉભી કરનાર પાટણની તપોવન સ્કૂલના ધો.૧ થી ધો.૮ના બાળકો માટે સ્કૂલ પરિવાર દ્વારા સાસ્કૃતિક અને શૈક્ષણિક એક દિવસીય પ્રવાસ નું આયોજન કરવામાં આવ્યું હતું.
તપોવન સ્કૂલના બાળકોએ આ એક દિવસીય પ્રવાસ ની શરૂઆત પ્રસિદ્ધ યાત્રાધામ ઐઠોર ના શ્રી ગણપતિદાદાના દર્શન કરી ત્યારબાદ અમદાવાદ કાંકરિયા માં પ્રાણી અભ્યારણ્ય, રાઇડ્સ, ફેમિલી ટ્રેન , અને કીડ્સ સિટી માં બાળકો એ આનંદ પ્રમોદ ની સાથે સાથે શૈક્ષણિક માહિતી જેવી કે 108 સેવા, ફાયર બ્રિગેડ દ્વારા અપાતી સેવા,આઈસક્રીમ કેવી રીતે બને ,ટીવી સ્ટુડિયો સહિત ની બીજી અનેક માહિતી બાળકોને પ્રત્યક્ષ રીતે સમજાવવામાં આવી હતી.
જેને બાળકો એ પણ ખુબજ ઉત્સાહ પૂર્વક નિહાળી સાસ્કૃતિક અને શૈક્ષણિક પ્રવાસનો આનંદ માણ્યો હતો.તપોવન સ્કૂલ દ્વારા આયોજિત આ એક દિવસીય પ્રવાસ ના આયોજન ને સફળ બનાવવા સ્કૂલના સંચાલક હાર્દિકભાઈ રાવલ સહિત પ્રિન્સિપાલ શીતલ બેન મોદી, પિન્કીબેન મોદી, નીતાબેન,નિશાબેન હિરલબેન,નેહાબેન સહિત સ્ટાફ પરિવારે સુંદર આયોજન સાથે જહેમત ઉઠાવી હતી.
અહેવાલ યશપાલ સ્વામી