fbpx

રાધનપુરના સુરકા ગામે પૂર્વ સરપંચ ના ઘરે શોર્ટ સર્કિટ સર્જાતા પૂર્વ સરપંચ નું મોત નિપજ્યું…

Date:

પરિવારના અન્ય ચાર સભ્યો ગંભીર રીતે ઘાયલ થતાં સારવાર અર્થે રાધનપુર ખસેડાયા..

નાના એવા સુરકા ગામે સર્જાયેલી ઘટના ના પગલે ગામમાં ગમગીની છવાઈ.

પાટણ તા. 28 પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના સુરકા ગામના પૂર્વ સરપંચ સહિત તેના પરિવારના અન્ય ચાર સભ્યોને વીજ કરંટ લાગતા પૂર્વ સરપંચ નું મોત નીપજ્યું હોવાનું તેમજ પરિવારના અન્ય ચાર સભ્યો ઇજાગ્રસ્ત બનતા તમામને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે.

આ બનાવને આધારભૂત સૂત્ર તરફથી મળતી હકીકત મુજબ પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના સુરકા ગામ ના પૂર્વ સરપંચ વીરચંદજી ઠાકોર ના ઘરમાં બોર્ડની સ્વીટચ ચાલુ કરતી વખતે અચાનક શોર્ટ સર્કિટ ની ઘટના સર્જાતા પૂર્વ સરપંચ વીરચંદજી ઠાકોર નું ઇલેક્ટ્રીક શોર્ટ લાવવાના કારણે મોત નીપજ્યું હતું. જયારે તેમની પત્ની, પુત્ર વધુ અને પૌત્ર, પુત્રી ને ગંભીર ઈજાઓ થતાં તમામ ઇજાગ્રસ્તો ને તાત્કાલિક સારવાર અર્થે રાધનપુરની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જયારે મૃતકની લાશને પી એમ અર્થે રાધનપુર રેફરલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી.

રાધનપુર તાલુકાના સુરકા ગામે પૂર્વ સરપંચ ના ઘરે સજૉયેલ ઇલેક્ટ્રીક શોટૅ સર્કિટના બનાવના પગલે પૂર્વ સરપંચના મોત સહિત પરિવારના અન્ય ચાર સભ્યો ગંભીર બન્યા હોવાની ઘટના ના પગલે નાના એવા સુરકા ગામમાં ગમગીન છવાઈ જવા પામી હતી.

Share post:

Subscribe

Popular

More like this
Related

ઝામર સપ્તાહની ઉજવણી અંતગતૅ ઝામર મુક્ત વિશ્વ બનાવવા ધારપુર ખાતે સ્પધૉ યોજાઈ..

પાટણ તા.૧૫વિશ્વ ઝામર અઢવાડીયા નિમિતે જી.એમ. ઇ. આર. એસ...

પાટણ શહેરમાં વધુ એક મહિલા રખડતા ઢોરનો શિકાર બની..

શહેરના શારદા સિનેમા વિસ્તારમાંથી પસાર થઈ રહેલ મહિલાને આખલાએ...