ભોગ બનનાર મહિલાએ એ ડિવિઝન પોલીસ ને જાણ કરતા તપાસના ચક્રો ગતિમાન કયૉ..
પાટણ તા.13
પાટણ શહેરમાં લગ્નસરાની સિઝન પુર બહાર માં ખુલી છે ત્યારે બહારગામ થી લગ્ન પ્રસંગે તેમજ ખરીદી અર્થે પાટણ શહેરમાં અનેક લોકો પરિવાર સાથે આવતા હોય છે ત્યારે આ લગ્નની ખરીદીની ભીડનો લાભ ઉઠાવી કેટ લાક ગઠિયાઓ સક્રિય બન્યા હોય ખરીદી અર્થે આવતા લોકોનું ધ્યાન અન્યત્ર ખેંચી આવા ગઠીયા ની ટીમ સિફત પૂર્વક રીતે પોતા નો કસબ અજમાવી દર દાગીના અને રોકડ રકમ સેરવી ફરાર બનતા હોવાના કિસ્સાઓ પ્રકાશ મા આવી રહ્યા છે. ત્યારે શનિવારે ભાવનગર થી પાટણ ના મુલ્લાવાડ મા લગ્ન પ્રસંગે આવેલ હમિદાબેન જયરૂદ્દીન કાજી બપોરે પોતાની દિકરીઓ સાથે પાટણ ના બજારમાં ખરીદી માટે નિકળ્યા હતા અને ખરીદી કરી જુનાગંજ વિસ્તાર માથી પસાર થઇ રહ્યા હતા ત્યારે કોઈ અજાણ્યા શખ્સ દ્રારા હમિદા બેન પાસે રહેલી થેલી માથી રોકડ રકમ રૂ. 2300 અને સોનાનું ઝુમર, કડી જેવા દાગીના સિફત પૂવૅક રીતે સેરવી ફરાર થઈ ગયા હતા. જયારે બનાવની જાણ થતાં હમિદાબેન કાજીને થતાં તેઓ હાફળા ફાફળા બની ગયા હતા અને એ ડિવિઝન પોલીસ મથકે આવી સધળી હકીકત જણાવતા એ ડિવિઝન પીઆઈ આર એમ પરમારે તાત્કાલિક ડી. સ્ટાફના માણસો ને જુનાગંજ વિસ્તાર તપાસ માટે મોકલી વિસ્તારના સીસી ટીવી ફૂટેજ મેળવી આ સાતીર શખ્સને ઝડપી લેવા ચક્રો ગતિમાન કયૉ હતા.પાટણ શહેર માં લગ્ન સરાની સિઝનને લીધે બજારમાં લોકોની ભારે ભીડ રહેતી હોય જેનો કેટલાક ગઢીયાઓ લાભ ઉઠાવી રહ્યા છે ત્યારે પોલીસે પણ શહેરના ભરચક વિસ્તારોમાં ખાનગી વોચ ગોઠવી આવા તત્વો ને ઝડપી નસિયત કરવામાં આવે તેવી માગ ઉઠવા પામી છે.