અસહકાર ચળવળ અંતગર્ત સરકાર પડતર માગ નહી સંતોષે ત્યાં સુધી ફેર પ્રાઈઝ સંચાલકો સરકારી જથ્થો નહીં સ્વીકારે..
પાટણ તા. 22 પાટણના સરસ્વતી તાલુકા ફેર પ્રાઈઝ શોપ એસો. સરકાર માન્ય વ્યાજબી ભાવની દુકાનદારોએ અસહકાર ચળવળ અંતર્ગત સપ્ટેમ્બર 2023 નો જથ્થો નહીં ઉપાડવા અંગે સરસ્વતી મામલતદાર કે. કે .રણાવાસીયાને મંગળવારે આવેદનપત્ર આપી પોતાની પડતર માંગણીઓ સરકાર વહેલી તકે પૂર્ણ કરે તેવી માંગ કરી હતી. ગુજરાતમાં રેશન ડીલરોના પડતર પ્રશ્નો બાબતે રાજ્યના બંને એસોસિએશન ઘણા લાંબા સમયથી લેખિત અને મૌખિક રજૂઆતો સરકાર સાથે અને સરકારના અધિકારીઓ સાથે પણ અનેક બેઠકો થઇ ચૂકી છે. તેમાં સરકારે પડતર પ્રશ્નો અંગે ચોક્કસ નીતિ વિષય સર્વ સંમતિ સધાઇ ગયા બાદ પુરવઠા વિભાગ પાસેથી દરખાસ્ત કરવાનું કમીટમેન્ટ કરવામાં આવ્યુ હતું તેમ છતાં લાંબા સમયથી પડતર માંગણીઓની સતત ઉપેક્ષા થઇ રહી હોઇ અને યોગ્ય હકારાત્મકતા પણ નહીં મળતા ગાંધી ચિંધ્યા માર્ગે સરકારને રાજ્ય ફેર પ્રાઈઝ એસોસિએશન દ્વારા તારીખ 4 ઓક્ટોબર ના રોજ ગુજરાત સરકારના મુખ્યમંત્રી અને પુરવઠા મંત્રી તેમજ કેબિનેટ ને પત્ર દ્વારા જણાવ્યુ છે કે રેશન ડીલર એસોસિએશનને કમીટમેન્ટ મળેલ પડતર માંગણીઓ લાંબા સમયથી વણ ઉકેલાયેલી રહી હોવાથી ના છૂટકે મજબુરી વશ આવી કારમી મોંઘવારીમાં રાજ્ય લેવલ ના બંને એસોસિએશનની સંયુકત ઉપક્રમે તા.1 ઓકટોબર ના રોજ મળેલ સાધારણ સભામાં સર્વાનુમતે નક્કી થયા મુજબ આગામી સપ્ટેમ્બર 2023 નો જથ્થો ગુજરાતના કોઇપણ રેશન ડીલર દુકાને કાર્ડ ગ્રાહકોને વિતરણ માટે જથ્થો ઉપાડશે કે ઉતારશે નહીં. આ ઠરાવને પાટણ જિલ્લા એ સંપૂર્ણપણે સમર્થન ટેકો જાહેર કયો છે અને તે મુજબ પાટણ જિલ્લા ના તમામ રેશન ડીલરો સપ્ટેમ્બર-2023 નો જથ્થો ઉપાડ કે દુકાને ઉતારશે નહીં તેની સરસ્વતી તાલુકા ફેર પ્રાઈઝ શોપ એસોસિએશનના તમામ દુકાનદારોએ સરસ્વતી મામલતદાર ને આવેદનપત્ર પાઠવી જાણ કરી હતી. જો પાટણ જિલ્લા ના તમામ સરકાર માન્ય વ્યાજબી ભાવ ની દુકાનદારો જથ્થો ઉપાડીને વિતરણ નહીં કરે તો આગામી દિવસોમાં આવતા તહેવારોમાં ગરીબોના ઘરે ચૂલા સળગવામાં પણ તકલીફ ઊભી થવાની પૂરેપૂરી સંભાવનાઓ પણ જોવા મળી રહી છે. તો નવીન ડી.એસ.ડી. કોન્ટ્રાકટની કામગીરી પૂર્ણ થઇ ન હોય અને જુના કોન્ટ્રાકટર કામગીરી કરવા સંમત ન હોય તેવું પણ જાણમાં આવેલ છે. તો રેશન ડીલરો પણ ગોડાઉન ઉપરથી પોતાના વાહન લઇને જથ્થો ઉપાડવાની કામગીરી કરવાના નથી તે પણ આવેદન પત્ર માં જણાવ્યું હતું. સરસ્વતી તાલુકા ફેર પ્રાઈઝ શોપ એસોસિએશનના કાર્યકારી જિલ્લા પ્રમુખ જશુભાઈ ઠક્કરે આગામી સપ્ટેમ્બર માસથી સરસ્વતી તાલુકા સહિત જિલ્લાના તમામ વ્યાજબી ભાવની દુકાનદારો અસહકાર ચળવળ અંતર્ગત સપ્ટેમ્બર 2023 નો જથ્થો ઉપાડશે નહીં અને જ્યાં સુધી પોતાની પડતર માંગણીઓ સરકાર પૂર્ણ નહીં કરે ત્યાં સુધી સરસ્વતી સહિત જિલ્લાના તમામ દુકાનદારો અ ચોક્કસ મુદતથી હડતાલ પર પણ ઉતરી જવાની તેઓએ ચીમકી ઉચ્ચારી હતી.
અહેવાલ યશપાલ સ્વામી