ટ્રેક્ટર પાછળ રિફ્લેકટર લગાવેલ ન હોય જેના કારણે અકસ્માત સર્જાતા બન્ને મિત્રો ઈજાગ્રસ્ત બન્યાં..
પાટણ તા. ૧૨
પાટણ સંખારી માર્ગ પર ગત સાંજના સમારે રેતી ભરીને પસાર થઈ રહેલા ટ્રેક્ટરની પાછળ એકટીવા ચાલક બે મિત્રો અથડાતા બંનેને બીજાઓ પહોંચતા 108 માં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.
અકસ્માતની મળતી હકીકત મુજબ પાટણ થી સંખારી તરફ રેતી ભરેલુ ટ્રેકટર જઈ રહ્યુ હતું તેજ સમય પાછળથી આવતા એકટીવા ચાલાક બે મિત્રોને આગળ જોઈ રહેલ ટ્રેકટર ધ્યાનમાં ન આવતા એકટીવા ટ્રેક્ટરની પાછળની ટોલી ના ભાગે અથડાતાં બન્ને મિત્રો રોડ સાઈડ મા પટકાયા હતા.
એકટીવા ચાલાક અને તેના મિત્ર ને ગંભીર ઈજાઓ થતા ત્યાથી પસાર થતા લોકોએ 108 એમ્બ્યુલન્સ ને જાણ કરતા 108 ના પાયલોટ ગુલાબખાન અને ઈએમટી નિલેશભાઈ એ ધટના સ્થળે પહોંચી ઈજાગ્રસ્ત બન્ને મિત્રોને પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
અકસ્માત સર્જાવાનુ કારણ ટ્રેક્ટર ની પાછળ રિફ્લેકટર લગાવેલ ન હોય અને પાછળની લાઈટ પણ બંધ હોય જેના કારણે ટ્રેક્ટર રાત્રિના સુમારે નજરે ન ચડતા આ અકસ્માત સર્જાયો હોવાનું અકસ્માત સજૉયેલ એકટીવા ચાલક યસરાજ સોઠા અને રોહાન વાધેલા ગામ વસાઈ વાળાએ જણાવ્યું હતું.
અહેવાલ યશપાલ સ્વામી