પોલીસ ટીમની તપાસ દરમિયાન કોઈ જગ્યાએ ચાઈનીઝ દોરીનું વેચાણ થતું જોવા ન મળ્યું.
પાટણ તા. ૧૨
મકરસંક્રાંતિના પર્વને લઈને ચાઈનીઝ દોરી પર પ્રતિબંધ લાદવામાં આવ્યો હોય જે ચાઈનીઝ દોરી પરના પ્રતિબંધનો ચુસ્ત પણે અમલ થાય તે માટે શુક્રવારના રોજ જિલ્લા પોલીસ વડાના આદેશ અનુસાર પાટણ પોલીસ તંત્રએ શહેરના પતંગ બજારોમાં તેમજ મુખ્ય બજાર માર્ગો પર પતંગોના વ્યવસાય સાથે સંકળાયેલા હોલ સેલરોને ત્યાં આકસ્મિક તપાસ હાથ ધરી હતી.
અને ચાઈનીઝ દોરી નું વેચાણ કરવામાં આવે છે કે કેમ તેની ઝીણવટભરી તપાસ હાથ ધરી હતી. જોકે પોલીસ તંત્રની તપાસ દરમ્યાન એક પણ સ્થળ પર થી ચાઈનીઝ દોરી નું વેચાણ થતું હોવાનું કે ચાઈનીઝ દોરી નો સ્ટોક હોવાનું ધ્યાનમાં ન આવતા પંતગના વેપારીઓને ચાઈનીઝ દોરી નું વેચાણ નહિ કરવાની ટીમ દ્વારા કડક સુચના આપવામાં આવી હતી.