fbpx

પાટણ શહેર ભાજપ દ્રારા પરંપરાગત રીતે પાટણ કા રાજા ગણેશ મહોત્સવ નો પ્રારંભ કરાયો..

Date:

લક્ષ્મી નગર ખાતેના યજમાન પરિવાર ને ત્યાંથી પાટણ કા રાજાની ભક્તિ સંગીતના સુરો વચ્ચે શોભાયાત્રા નિકળી..

પાટણ તા. 19 પાટણ શહેર મંગળવાર ના પવિત્ર દિવસે ગણેશ ચતુર્થી ના પાવન પર્વ પ્રસંગે વિઘ્નહર્તાના રંગે રંગાયું હતું. શ્રી ગણેશ ચતુર્થીના પવિત્ર દિવસે પાટણ શહેરના મહોલ્લા, પોળો અને સોસાયટી વિસ્તાર સહિત જુદા જુદા ગણેશ પંડાલોમાં શ્રી ની પ્રતિમાનુંસ્થાપન કરી ગણેશ ભક્તોએ ગણપતિ બાપા મોરિયા ના ગગન ભેદી નાદ વચ્ચે સમગ્ર પાટણ શહેરને શ્રી ગણેશમય બનાવ્યું હતું. ત્યારે પરંપરા અનુસાર પાટણ શહેરના જૂનાગંજ ખાતેના ગણેશ પંડાલમાં ભારતીય જનતા પાર્ટી પાટણ શહેર દ્વારા આયોજિત કરાતા પાટણ કા રાજા ગણેશ મહોત્સવ નો ભક્તિમય માહોલમાં પ્રારંભ કરવામાં આવ્યો હતો.

પાટણ શહેર ભારતીય જનતા પાર્ટી દ્વારા આયોજિત કરાયેલા આ ગણેશ મહોત્સવ પૂર્વે શહેરના લક્ષ્મી નગર ખાતે યજમાન પરિવાર ડોક્ટર નીતિનભાઈ પટેલના નિવાસ સ્થાનેથી વિઘ્નહર્તા દેવની પુજા અચૅના અને આરતી કરી ભવ્યાતીભવ્ય શોભાયાત્રા ભક્તિ સંગીતના સુરો સાથે પ્રસ્થાન પામી બગવાડા દરવાજા થઈને જુનાગંજ ખાતેના ગણેશ પંડાલમાં સંપન્ન બની હતી.

વિઘ્નહર્તા દેવની આ શોભાયાત્રામાં ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના પૂર્વ મહામંત્રી કે સી પટેલ, શહેર ભાજપ પ્રમુખ કિશોરભાઈ મહેશ્વરી, પાટણ નગરપાલિકાના પ્રમુખ હિરલબેન પરમાર, ઉપપ્રમુખ હીનાબેન શાહ,કારોબારી ચેરમેન મુકેશભાઈ પટેલ, પક્ષના નેતા ઠાકોર દશરથજી સહિત મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના આગેવાનો, કાર્યકર્તાઓ અને યજમાન પરિવારના સભ્યો જોડાયા હતા.

શહેર ના બગવાડા દરવાજા ખાતે ગજાનંદ ગણપતિ ની આરાધના સાથે ઔએ રાસ ગરબાની રમઝટ બોલાવી વાતાવરણ ને ગણેશમય બનાવ્યું હતું. જુના ગંજ બજાર ખાતે ગણેશ પંડાલમાં પાટણ કા રાજા ની સ્થાપના કર્યા બાદ ઉપસ્થિત આગેવા નો દ્વારા મહા આરતી કરવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં પાટણના નગરજનો એ જોડાઈ દર્શન પ્રસાદ નો લાભ લઈ ધન્યતા અનુભવી હતી.

અહેવાલ યશપાલ સ્વામી

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણની શેઠશ્રી એન.જી.પટેલ (એમ.એન) પ્રાથમિક શાળામાં વિધ્નહર્તા ગણપતિ દાદાની પધરામણી કરવામાં આવી.

આજ રોજ પાટણની શૈક્ષણિક ક્ષેત્રે, રમત-ગમત ક્ષેત્રે, સાંસ્કૃતિક ક્ષેત્રે...

પ્રદેશ બક્ષીપંચ મોરચા દ્વારા જિલ્લા અને મહાનગરોમાં મુખ્યમંત્રીના જન્મ દિવસની ઉજવણી કરાઈ…

પાટણ તા.15ગુજરાત ના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના શનિવારે 61માં જન્મ...