જગન્નાથ મંદિરની સ્વચ્છતા થી સંતોષ વ્યકત કરતાં જિલ્લા કલેકટર…
મંદિરના મેનેજિંગ ટ્રસ્ટી દ્વારા ભગવાન પરશુરામ જીના જીવન ચરિત્રની પુસ્તિકા સાથે પ્રાર્થના બુક અર્પણ કરાઈ..
પાટણ તા. ૧૭
આગામી તારીખ 22 મી જાન્યુઆરીના રોજ અયોધ્યામાં ભગવાન શ્રી રામચંદ્રજીના પુનઃ પ્રતિષ્ઠા મહોત્સવ ને લઈને દેશના વડાપ્રધાન દ્વારા તમામ મંદિરોની અને ધાર્મિક સ્થળોની સફાઈ માટે આહવાન કરવામાં આવ્યું હોય જેને લઇને બુધવારના રોજ પાટણના સમાહર્તા જિલ્લા કલેકટર અરવિંદ વિજયન દ્રારા શહેર ના વિવિધ મંદિરોની શુભેચ્છા મુલાકાત લઈ મંદિર પરિસરની સ્વચ્છતા બાબતે નિરિક્ષણ કરી મંદિર સંચાલકો સાથે વિચાર વિમશૅ સાથે જરૂરી સુચનો કયૉ હતા.
જિલ્લા કલેકટરે શહેરના વિવિધ મંદિરોની સાથે પ્રસિદ્ધ જગન્નાથ મંદિરની પણ શુભેચ્છા મુલાકાત લઇ મંદિરની સ્વચ્છતા થી સંતોષ વ્યકત કર્યો હતો.
કલેકટર ની શુભેચ્છા મુલાકાત દરમિયાન ઉપસ્થિત રહેલા મંદિર ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી પિયુષભાઈ આચાર્ય તેમજ મંદિરના પૂજારી દ્વારા કલેક્ટરના વરદ હસ્તે ભગવાન જગન્નાથજીની પૂજા અર્ચના કરાવી મંદિર દ્વારા તૈયાર કરાયેલી ભગવાન પરશુરામજીના જીવન ચરિત્ર ની પુસ્તિકા તેમજ પ્રાર્થના બુક અર્પણ કરવામાં આવી હતી.
આ પ્રસંગે પાટણ જિલ્લા બ્રહ્મ સમાજના મહામંત્રી વિનોદભાઈ જોશી,અશ્વિનભાઈ જોશી, અશોકભાઈ ત્રિવેદી, વિસ્તારના કોર્પોરેટર ગોપાલસિંહ રાજપુત,હરેશભાઈ મોદી,માનસી ત્રિવેદી,જગન્નાથ મંદિર ટ્રસ્ટ ના ટ્રસ્ટી કાંતિ ભાઈ પટેલ,અશોકભાઈ મોદી,વિનોદ ભાઈ પટેલ,સહિતના આગેવાનો તેમજ જગન્નાથ ભક્તો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
અહેવાલ યશપાલ સ્વામી