google.com, pub-6060226431668791, DIRECT, f08c47fec0942fa0

પાટણની એન.જી. પટેલ પ્રાથમિક શાળામાં ‘સ્માર્ટ કોમ્પ્યુટર લેબ’નું ઉદ્ઘાટન

Date:

પાટણ તા. 24
પાટણની એન. જી. પટેલ (એમ.એન.) પ્રાથમિક શાળા માં સ્માર્ટ કોમ્પ્યુટર લેબ ની ભેટ દાતા સ્વ.નાનીબેન જયંતિલાલ પટેલ હસ્તે જયંતિલાલ પરસોત્તમદાસ પટેલ, પ્રતિકભાઈ જયંતિભાઇ પટેલ (વાલીભાઈ બિલ્ડર) શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થીના વરદ હસ્તે ઉદ્દઘાટન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે દાતા તરફથી શાળાના તમામ બાળકો માટે ભોજન સમારંભ પણ રાખવામાં આવ્યો હતો. આ સ્માર્ટ કોમ્પ્યુટર લેબ ના ઉદ્દઘાટન પ્રસંગે શાળા-મંડળના હોદ્દેદારોમા પ્રમુખ ડો. જે.કે પટેલ,મંત્રી મનસુખભાઇ પટેલ દ્વારા દાતા તથા તેમના પરિવાર જનોનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગમાં ઉપસ્થિત દાતા જયંતિલાલ પરસોત્તમદાસ પટેલ, પ્રતિકભાઈ જયંતિભાઇ પટેલ (વાલીભાઈ-બિલ્ડર) તથા તેઓના સર્વ પરિવારજનો, ઉ.ગુ.યુ. મંડળના પ્રમુખ ડો. જે. કે. પટેલ,મંત્રી મનસુખભાઈ એન.પટેલ, મોતીભાઈ ડી. પટેલ (ફાર્માસિસ્ટ, યુ.એસ.એ), સહમંત્રી અશોકભાઈ જી.પટેલ, ખજાનચી મહેન્દ્રભાઈ વી. પટેલ, પા.ન.પા કોર્પોરેટર મનોજભાઈ પટેલ, વી.કે.ભુલા- આચાર્ય અશોકભાઈ પટેલ, શાળા ના આચાર્ય વસંતભાઈ પટેલ તથા શાળા પરિવારે ઉપસ્થિત રહી કાર્યક્રમને દીપાવ્યો હતો.

Share post:

Subscribe

Popular

More like this
Related

જિલ્લા પંચાયત પ્રમુખ દ્વારા બાળગૃહના બાળકોને દિવાળી નિમિતે વિવિધ ભેટ આપતા બાળકો હરખાયા…

પાટણ તા. ૯સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના સમાજ સુરક્ષા...

રાધનપુર તાલુકાના સાથલી ગામમાં ઉનાળો શરૂ થતા જ પાણીના પોકારો ઉઠયા..

રાધનપુર તાલુકાના સાથલી ગામમાં ઉનાળો શરૂ થતા જ પાણીના પોકારો ઉઠયા.. ~ #369News