fbpx

યુનિવર્સિટીના ડિપાર્ટમેન્ટ ઓફ કોમ્પ્યુટર સાયન્સ વિભાગ ખાતે વિઘ્નહર્તા દેવ નું ભક્તિમય માહોલમાં સ્થાપન કરાયું..

Date:

ડિપાર્ટમેન્ટના હેડ સહિત સમગ્ર સ્ટાફ સાથે વિદ્યાર્થીઓએ ગણપતિ બાપા મોરિયા ના ગગન ભેદી નાદ સાથે શ્રી ને વધાવ્યા.

પાટણ તા. 19 હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી કેમ્પસમાં કાર્યરત ડિપાર્ટમેન્ટ ઓફ કોમ્પ્યુટર સાયન્સ દ્વારા શિક્ષણની સાથે સાથે વિવિધ ધાર્મિક તહેવારોની પણ ભક્તિ સભર માહોલમાં ઉજવણી કરવામાં આવતી હોય છે. ત્યારે દર વર્ષની જેમ ચાલુ વર્ષે પણ ડિપાર્ટમેન્ટ ખાતે વિઘ્નહર્તા દેવ ગણેશજીના મહા મહોત્સવની ઉજવણીનું એક દિવસ માટે આયોજન કરવામાં આવ્યું છે.

ગણેશ ચતુર્થીના પાવન પર્વ પ્રસંગે વિઘ્નહર્તા દેવની ડિપાર્ટમેન્ટના ડીન ડો. ભાવેશભાઈ પટેલ, પ્રો.હેત ત્રિવેદી સહિત ના સ્ટાફ ની આગેવાની હેઠળ વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીએ ગજાનંન ગણપતિની પ્રતિમાને ભક્તિ સંગીત અને અબીલ ગુલાલની છોળો વચ્ચે ડિપાર્ટમેન્ટ ખાતે લાવી શાસ્ત્રોક મંત્રોચાર વચ્ચે તેની પુજા અચૅના સાથે સ્થાપના કરી સૌએ સમૂહ આરતી ઉતારી વિઘ્નહર્તા દેવ સૌની મનોકામના પૂર્ણ કરે તેવી પ્રાર્થના કરવામાં આવી હતી.

અહેવાલ યશપાલ સ્વામી

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણ શહેર સહિત જિલ્લા માં સતત બીજા દિવસે પણ મેધમહેર..

પદ્મનાભ ચાર રસ્તા નજીક ની કેનાલમાં ગાબડું પડતાં વિસ્તારની...

પાટણ નગરપાલિકાની સ્વચ્છતા શાખા નું રૂ.૧.૮૨ કરોડ ની પુરાંત વાળુ બજેટ રજૂ કરાયું…

શહેરના તમામ વોર્ડ વિસ્તારને સ્વચ્છ બનાવવા અને ગંદકી ફેલાવતા...