fbpx

રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ 2024 અંતર્ગત વાહન ચાલકોને માગૅદશૅન આપવામાં આવ્યું..

Date:

પાટણ તા. ૧૭
રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ 2024 અંતર્ગત બુધવારના રોજ પાટણ સિધ્ધપુર હાઇવે માર્ગ પર આવેલા માજીસા પેટ્રોલપંપ ખાતે ગુજરાત રોડ સેફટી ઓથોરિટી ગાંધીનગર અને સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી પાટણના સંયુક્ત ઉપક્રમે અને નાઈડા પેટ્રોલિયમ કંપની ના સૌજન્યથી રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ 2024 જિલ્લા માર્ગ સલામતી માર્ગદર્શન કાર્યક્રમ સાથે હેલ્મેટ અને કિચન વિતરણ નો કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો.

આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા પાટણ જિલ્લા ટ્રાફિક પીએસઆઇ કે.બી.દેસાઈ, આરટીઓ ઇન્સ્પેક્ટર કાપડી, નાયડા પેટ્રોલિયમ કંપનીના મનીષ સકસેના, સાંકેત શુક્લા, મહેસાણા અર્બન બેંકના મનોજ પટેલ તેમજ માજીસા પેટ્રોલ પંપ ના માલિક રાજુભાઈ પંચાલ દ્વારા ઉપસ્થિત વાહન ચાલકોને હેલ્મેટનું મહત્વ તેમજ ટ્રાફિક ના નિયમો ની વિસ્તૃત જાણકારી આપી ચાલુ વાહને મોબાઈલનો ઉપયોગ ન કરવા પર ભાર મૂકી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.

આ પ્રસંગે ઉપસ્થિત રહેલા મહાનુભાવોના વરદ હસ્તે 50 થી વધુ ટુ વ્હીલર વાહન ચાલકોને કંપનીનું હેલ્મેટ અને કિચન અર્પણ કરી માર્ગ સલામતી ની શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.

Share post:

Subscribe

Popular

More like this
Related

પાલિકા ની ઢોર ડબ્બે કરવાની ઝુંબેશ મા આડખીલી બનતાં રખડતાં ઢોર માલિકો..

પુરેલ ઢોરોને તાળું તોડી રખડતાં ઢોર માલિકો ભગાડી જતા...

રાધનપુર તાલુકા કોંગ્રેસ પ્રમુખ સહિતના સમર્થકોએ ભાજપ નો કેસરીયો ધારણ કરી ભાજપના વિજય નો જયઘોષ કર્યો.

રાધનપુર તાલુકા કોંગ્રેસ પ્રમુખ સહિતના સમર્થકો ને ભરતસિંહ ડાભી...

પાટણ નવા બસ સ્ટેન્ડ માથી ચોરાયેલ બાઈક ગણતરીના દિવસોમાં ‘બી’ ડીવીઝન પોલીસે ઉઠાવગીરો સાથે ઝડપી લીધું..

પાટણ નવા બસ સ્ટેન્ડ માથી ચોરાયેલ બાઈક ગણતરીના દિવસોમાં ‘બી’ ડીવીઝન પોલીસે ઉઠાવગીરો સાથે ઝડપી લીધું.. ~ #369News

શ્રી પાટણવાડા પ્રજાપતિ સમાજના ત્રીજા સમુહ લગ્નમાં 29 નવદંપતી જોડાયા.

પૂ. દોલતરામ બાપુ સહિતના સંતોએ નવદંપતિઓને રૂડા આશીર્વાદ પાઠવ્યા. પાટણ...