google.com, pub-6060226431668791, DIRECT, f08c47fec0942fa0

પાટણના પદ્મનાભ મંદિર પરિસરની ગુજરાત પ્રદેશ ભાજપ અ.જા.મો.ના ઉપાધ્યક્ષ સહિત ની ટીમ દ્વારા સફાઈ કરાઈ..

Date:

સફાઈ અભિયાન મા પદ્મનાભ ઉત્સવ સમિતિ અને પાયોનિયર સ્કૂલ ના વિધાર્થીઓ પણ સહભાગી બન્યા..

પાટણ તા. ૧૮
સમગ્ર દેશમાં તારીખ 22 મી જાન્યુઆરીના રોજ અયોધ્યા સ્થિત ભગવાન રામચંદ્રજીના ભવ્યાતિ ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ને લઈને અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

અયોધ્યા મા ભગવાન શ્રી રામચંદ્રજી ની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ને અનુલક્ષીને દેશના વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદી દ્વારા હિન્દુસ્તાનના તમામ ધાર્મિક સ્થળો સ્વચ્છ બને તે માટે ધાર્મિક સ્થાનકોની સ્વસ્થતા અભિયાન ઝુંબેશ હાથ ધરવા કરાયેલી અપીલને ધ્યાનમાં રાખી બુધવારના રોજ ગુજરાત પ્રદેશ અનુસૂચિત જાતિ મોરચાના પ્રદેશ ઉપાધ્યક્ષ અનિતાબેન પરમાર સાથે અનુસુચિત જાતિ મોરચા પાટણ શહેર અને જિલ્લાના પદાધિકારીઓએ પાટણ ના શ્રી પદ્મનાભ મંદિર પરિસરને સ્વચ્છ બનાવવા ભગવાનની પુજા અચૅના સાથે સ્વચ્છતા અભિયાન હાથ ધર્યું હતું.

પદ્મનાભ મંદિર પરિસરને સ્વચ્છ બનાવ્યાં બાદ અનિતાબેન પરમાર અને તેમની ટીમ દ્વારા પાટણની પાયોનિયર શાળાના વિદ્યાર્થીઓને અલ્પાહાર પીરસવામાં આવ્યો હતો.

અહેવાલ યશપાલ સ્વામી

Share post:

Subscribe

Popular

More like this
Related

આકસ્મિક રીતે મૃત્યુ પામેલા થરા ના યુવાનની આંખો પરિવારજનોએ ડોનેટ કરી..

પાટણ તા.૧૯બનાસકાંઠા જિલ્લાના થરા ગામના વતની દિપકભાઈ રામચંદભાઈ બુકેલીયા...

પાટણ તાલુકા પંચાયત કચેરી કેમ્પસમાં ગવર્મેન્ટ લેબર કોન્ટ્રાક્ટરે ઝેરી દવા ગટગટાવતા સન સનાટી મચી…

ખાનપુરા-રાજકુવા ગામે પેવર બ્લોકના કામગીરીના પેમેન્ટ બાબતે તલાટી દ્વારા...

ભગવાન જગન્નાથજી ના મંદિર શિખર પર સતત 11 વષૅથી ધ્વજા ચડાવવાનો લાભ લેતો જોષી પરિવાર..

જોષી પરિવાર છેલ્લા 55 વષૅથી જુનાગંજ ચોકમાં સેવા કેમ્પ...