google.com, pub-6060226431668791, DIRECT, f08c47fec0942fa0

પાટણના સમોડા પ્રાથમિક શાળામાં 35 વર્ષ સુધી મધ્યાન ભોજન સંચાલક તરીકે સેવા આપનાર સોમાજી ઠાકોર ને હુંફાળુ વિદાય માન અપાયું..

Date:

પાટણ તા. ૨૭
પાટણની સમોડા પ્રાથમિક શાળામાં છેલ્લા 35 વર્ષથી મધ્યાન ભોજન સંચાલક તરીકે પ્રશંસનીય સેવાઓ આપનાર સોમાજી શંકરજી ઠાકોર તારીખ 26 જાન્યુઆરીને 75 માં પ્રજાસત્તાક પર્વના પવિત્ર દિવસે વય નિવૃત થતા તેઓનો વય નિવૃત્તિ સન્માન સમારોહ કાર્યક્રમ સ્કૂલના પ્રિન્સિપાલ સહિત સમગ્ર સ્ટાફ પરિવાર અને ગામના સરપંચ સહિત સમગ્ર ગ્રામજનોની વિશાળ ઉપસ્થિતિ વચ્ચે યોજવામાં આવ્યો હતો.

છેલ્લા 35 વર્ષથી મધ્યાન ભોજન સંચાલક તરીકે કોઈપણ પ્રકારના વાદ વિવાદ વગર ફરજ બજાવ નાર ઠાકોર સોમાજી શંકરજીની મધ્યાન ભોજન સંચાલક ની સાથે સાથે શાળાની અન્ય પ્રવૃત્તિમાં પણ ઉત્સાહ ભેર રસ દાખવી શાળા પરિવારની પ્રવૃત્તિઓને સફળ બનાવવામાં સહભાગી બની સમગ્ર શાળા પરિવાર સહિત ગ્રામજનોનો પ્રેમ સંપાદન કર્યો હોય તેઓના વય નિવૃત્તિ વિદાય સન્માન સમારોહ પ્રસંગે સમગ્ર શાળા પરિવાર સહિત આચાર્ય અને ગામના સરપંચ અને ગ્રામજનો દ્વારા વિવિધ ભેટ સોગાદો અર્પણ કરી નિવૃત્ત જીવનની શુભકામનાઓ સાથે હુંફાળું વિદાય માન આપવામાં આવ્યું હતું.

વય નિવૃત્ત થતા મધ્યાન ભોજન સંચાલક સોમાજી શંકરજી ઠાકોરે પણ પોતાની ફરજ દરમિયાન શાળાના આચાર્ય સહિત સમગ્ર સ્કૂલ પરિવાર અને શાળાના બાળકો સહિત ગામના સરપંચ અને ગ્રામજનોના મળેલા સહકાર બદલ આભાર ની લાગણી વ્યક્ત કરી હતી.

Share post:

Subscribe

Popular

More like this
Related

શ્રી પાંચ પીપળ કુવા વાળી શક્તિ મંદિર ના 13 માં વાર્ષિક પાટોત્સવ નિમિત્તે ડાયરો યોજાયો..

ડાયરાના દેશી કલાકારો દ્વારા ભજનોની રમઝટ બોલાવી ભક્તોને મંત્ર...

ભાજપ દ્વારા આગામી લોકસભાની ચૂંટણી અંતગૅત પાટણ ના વોડૅ નં. ૪ ની બુથ બેઠક મળી..

પાટણ તા. ૧૦પાટણ શહેરના વોર્ડ 4 ના બુથ પ્રમુખ,બુથ...

છેલ્લા ૮ માસની મહેનત બાદ દરીયા ના પાણી માથી ફુગ નું સંશોધન કરી સંપૂર્ણ જીનોમ DNA શોધાયો..

પાટણ યુનિ. ના લાઈફ સાયન્સ વિભાગ,ગુજરાતબાયો ટેકનોલોજી રિસર્ચ અને...