સમીના દાદર ખાતેથી 9 ડમ્પર અને રેતી ખનનની મશીનરી જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ…
ગાંધીનગર વિજિલન્સની રેડ ને પગલે પાટણ ખાન ખનીજ વિભાગની ટીમે ઘટના સ્થળે પહોંચી નદીના પટમાં ખનનની માપણી હાથ ધરી..
પાટણ તા. ૨૭
પાટણ પંથક ભૂમાફિયાઓ દ્વારા ખનીજ ચોરી કરાતી હોવાની હકીકત આધારે ગાંધીનગર વિજિલન્સના અધિકારીઓ સહિત ની ટીમ દ્ધારા પાટણ જિલ્લાના સમી તાલુકાના દાદર ગામે ઓચિંતો છાપો મારતા ગે.કાયદેસર રેતી ખનન મામલે 9 થી વધુ ડમ્પર અને રેતી ખનનની મશીનરી સહિત નો મુદામાલ ઝડપી કાયદેસરની કાયૅવાહી હાથ ધરતા અને વિજિલન્સની રેડ મામલે પાટણ ખાણ ખનીજ વિભાગના અધિકારીઓ સહિત ની ટીમ ને જાણ થતાં તેઓ પણ ધટના સ્થળે દોડી આવ્યા હતા.
આ બાબતે મળતી માહિતી મુજબ પાટણ જિલ્લામાં ભૂ માફિયાઓ દ્વારા રેતી ખંનનની ગેરકાયદેસર પ્રવૃત્તિ બેરોકટોક પણે ચાલતી હોવાની બુમરાણ ઉઠતા શનિવારે ગાંધીનગર વિજિલન્સની ટીમે રેતી ખનન મામલે પાટણ જિલ્લાના સમી તાલુકાના દાદરા ગામે ઓચિંતો છાપો મારી મોટી કાર્યવાહી હાથ ધરીરેડ દરમિયાન 9 થી વધુ ડમ્પર અને રેત ખનન માટે ની મશીનરી ડિટેઇન કરી સમી પોલીસ મથકે લઈ જઈ કાયદેસર ની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે
તો ગાંધીનગર વિજિલન્સની રેતી ખનન મામલે કરાયેલી કાર્યવાહી મામલે પાટણ ખાણ ખનીજ વિભાગને જાણ થતાં તેઓ પણ સ્થળ પર પહોંચી નદી ના પટ માં ખનન ની માપણી શરૂ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.જોકે આ મામલે ભૂ માફિયાઓ સામે કેટલી દંડની કાર્યવાહી કરી છે તે જાણવા પાટણ ખાણ ખનીજ વિભાગના અધિકારીનો ટેલીફોનીક સંપકૅ કરતાં તેઓએ ફોન ઉપાડવાની તસ્દી ન લેતાં જાણી શકાયું નથી.
અહેવાલ યશપાલ સ્વામી