fbpx

પાટણની બી.ડી.સાર્વ.વિધાલય મા ગુરુવંદના સાથે ગુરૂ પૂર્ણિમા ની ઉજવણી કરાઈ..

Date:

પાટણ તા. ૨૦
શ્રી જૈન મંડળ સંચાલિતબી ડી સાર્વજનિક વિધાલય અને ટી. ડી. સ્માર્ટ વિધાલય,એન.એસ.સુરમ્ય બાળ વાટિકા અને પ્રાથમિક શાળાઓની સંયુક્ત સંસ્થાઓ દ્રારા શનિવારે ગુરૂ પુજન સાથે ગુરુપૂર્ણિમા ની ઉજવણી કરવામાં આવી હતી. તો આજના દિવસે બેંક ઓફ બરોડા નો સ્થાપના દિવસ હોવાથી બેંકના મેનેજર પ્રેમચંદ ઠાકુર અને ભારત વિકાસ પરિષદના અશ્વિનભાઇ પારેખ સહિતના મહાનુભાવોએ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી બેંક ઓફ બરોડા પાટણ શાખા દ્રારા શાળા ને ગુરુપૂર્ણિમા નિમિતે બે પાણીના કુલરો ની ભેટ ધરી બેક મેનેજર પ્રેમચંદભાઈ એ જણાવ્યું હતું કે મારાં જીવનમાં ગુરુજી નું મહત્વ વિશેષ રહેલું છે. ગુરુ પૂર્ણિમા,સંસ્કૃત: गुरु पूर्णिमा), હિંદુ અને બૌદ્ધ ધર્મમાં મનાવવામાં આવતો ઉત્સવ છે. આ દિવસે મુખ્યત્વે આધ્યાત્મિક ગુરુનું સ્મરણ અને પૂજન કરવામાં આવે છે.

આ ઉત્સવ અષાઢ સુદ પૂર્ણિમાના દિવસે મનાવવામાં આવે છે. મહાભારતના રચયિતા વેદ વ્યાસનો જન્મ દિવસ આ દિવસે હોવાથી તેમના સન્માનમાં ગુરુ પૂર્ણિમાને વ્યાસ પૂર્ણિમા નામથી પણ ઓળખવા માં આવે છે. આ કાર્યક્રમમાં ભારત વિકાસ પરિષદ દ્રારા ગુરુ વંદન છાત્ર અભિનંદન અને ગુરુ પૂજન સાથે ગાયત્રી પરિવાર પાટણ દ્રારા ગાયત્રી યજ્ઞ કરવામાં આવ્યો હતો. શાળાના સમગ્ર સ્ટાફ દ્રારા બાળ દેવો ને ભોજન પ્રસાદ કરાવેલ અને પર્યાવરણ જાળવણી માટે વૃક્ષારોપણ કરી બાળકો માં પયૉવરણ માટે પ્રેરણા પૂરી પાડી હતી.

ગુરૂપૂર્ણિમા ની ઉજવણી પ્રસંગે સંસ્થાના સ્થાનિક સમિતિ સભ્ય ધીરુભાઈ શાહ,કમલેશભાઈ શાહ,બેંક મેનેજર પ્રેમચંદભાઈ ઠાકુર, પ્રિન્સકુમાર તેમજ ભારત વિકાસ પરિષદ ના અશ્વિનભાઇ પારેખ, રાજુભાઈ, આચાર્ય ડૉ. બી. ડી. દેસાઈ સહિત સ્ટાફ પરિવારે બાળકો ને ગુરૂપૂર્ણિમા ના શુભ આશીર્વાદ પાઠવ્યા  હતા.

Share post:

Subscribe

Popular

More like this
Related

હેમ ઉ.ગુજ.યુનિ.ના. રસાયણ શાસ્ત્ર ભવન ખાતે કારગીલ વિજય દિવસે શહિદોને શ્રધ્ધાંજલી સમપિર્ત કરાઈ…

પાટણ તા. ૨૬હેમ.ઉ.ગુજ.યુનિ,પાટણ ના રસાયણશાસ્ત્ર વિભાગ ખાતે શુક્રવારે કારગીલ...

સિધ્ધપુર ના ખોલવાડા ગામના તળાવમાં અજાણ્યા યુવાનનો મૃતદેહ મળી આવતાં ચકચાર મચી..

યુવાનની હત્યા કે આત્મ હત્યા ની અટકળો વચ્ચે પોલીસે...

રાધનપુર વારાહી નેશનલ હાઈવે માર્ગ પર ત્રણ ટ્રેલર વચ્ચે ત્રીપલ અકસ્માત સર્જાતા એક નુ મોત..

ઇજાગ્રસ્ત વાહનોને ક્રેનની મદદથી છૂટા પાડી ફસાયેલા ઈસમોને બહાર...