google.com, pub-6060226431668791, DIRECT, f08c47fec0942fa0

પાટણ એપીએમસી ખાતે કપાસ ની આવક પર વાતાવરણ ના પલ્ટા ની અસર વતૉઈ…

Date:

પાટણ તા. 30
ગતવર્ષની સરખામણી એ ચાલું વર્ષે પાટણ એપીએમસી ખાતે કપાસની આવકમાં બદલાયેલા કમોસમી વાતા વરણ ની અસર જોવા મળી રહી હોય હાલમાં એપીએમસી ખાતે કપાસની 3300 થી 3500 મણની સરેરાશ આવક ની સાથે રૂ. 5000 થી રૂ. 6900 સુધી રહેવા પામ્યો હોવાનું પાટણ એપીએમસી ના ચેરમેન સ્નેહલ ભાઈ પટેલે જણાવ્યું હતું.

પાટણ એપીએમસી ખાતે ખેત ઉત્પાદનની ખુલ્લી હરાજી, ખુલ્લો તોલ અને રોકડ નાણાં મળતાં હોવાના કારણે પાટણ જિલ્લા સહિત આજુબાજુના જિલ્લાના લોકો પણ પોતાના ખેત ઉત્પાદનનું વેચાણ કરવા પાટણ એ પી એમ સી ખાતે પોતાના માલનું વેચાણ કરવા આવતા હોય છે.ત્યારે હાલમાં પાટણ એપી એમ સી ખાતે મહત્તમ કપાસ,એરંડા અને રાયડાની આવક ચાલુ છે તો આવતી કાલ થી રાજગરાની આવક શરૂ થનાર છે.

પાટણ એપીએમસી ખાતે ગત વર્ષની સરખામણીએ ચાલુ વર્ષે વાતાવરણના બદલાવ ના કારણે કપાસ ની આવક માં ઘટાડો જોવા મળ્યો છે તો ભાવ ગતવર્ષ જેટલો રહેવા પામ્યો છે. હાલમાં એપીએમસી ખાતે કપાસ રોજ નો 3300 થી 3500 મણ આવે છે તો ભાવ પણ રૂ. 5000 થી 6900 સુધી મળી રહ્યો છે.

તો કપાસ ની સાથે સાથે હાલમાં એપીએમસી ખાતે એરંડા, રાયડાની પણ આવક ચાલુ હોય ત્યારે તા. 1 એપ્રિલ થી તા. 29 જાન્યુઆરી ના સમય દરમ્યાન રાયડાની 2,16,831 બોરી અને એરંડા ની11, 30,639 બોરી આવક સાથે કપાસ 11,06,734 મણ ની આવક થઈ હોવાનું ચેરમેન સ્નેહલ ભાઈ પટેલે જણાવ્યું હતું. તો આવતી કાલથી રાજગરાની આવક શરૂ થનાર હોવાનું જણાવ્યું હતું.

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણ યુનિવર્સીટીના બીબીએ વિભાગ ખાતે જી 20 અંતર્ગત સેમિનાર યોજાયો..

પાટણ તા17 યુનિવર્સિટી ના બીબીએ વિભાગ દ્વારા શુક્રવારે "G20...

પાટણ જિલ્લા યુવક કોંગ્રેસ ની રાધનપુર મુકામે કારોબારી બેઠક મળી..

પ્રદેશ યુવા કોગ્રેસ અધ્યક્ષ સહિત રાધનપુર ના પૂવૅ ધારાસભ્ય...