કુલ 29 વિષયોની પરીક્ષાઓ બે ફેબ્રુઆરી સુધી માં લેવાશે..
પાટણ તા. 30
પાટણ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી ના એમએસસી આઈટી ભવન ખાતે છ કોમ્પ્યુટર લેબ માં મંગળવારથી 29 વિષયની પીએચડી ના ઉમેદવારોની ઓનલાઇન પ્રવેશ પરીક્ષાનો મંગળવાર થી બે તબક્કામાં પ્રારંભ થયો છે.જેમાં પ્રથમ દિવસે 9 વિષયો ની પરીક્ષાઓમાં 50 ℅ ઉમેદવારોએ ઉપસ્થિત રહી શાંતિ પૂણૅ માહોલ મા પરીક્ષા આપી હોવાનું સુત્રોએ જણાવ્યું હતું.
પાટણ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી દ્વારા કા.કુલપતિ ડો.રોહિતભાઈ દેસાઈ ના માર્ગદર્શન હેઠળ પી એચડી પરીક્ષાના કો. ઓર્ડીનેટર આશિષ પટેલ ની દેખરેખ હેઠળ યુનિવર્સિટીના એમએસસી
આઈ ટી ભવન ની 6 કોમ્યુટર લેબ અને ગણિત વિભાગ ની 2 કોમ્પ્યુટર લેબ માં 30 જાન્યુઆરી થી 2 ફેબ્રુઆરી સુધી એમ 4 દિવસ પીએચડી પ્રવેશ માટે ની ઓનલાઇન પરીક્ષાઓ નો પ્રારંભ થયો હતો.
પીએચડી ની પ્રવેશ પરીક્ષા માટે કુલ 3500 જેટલા ઉમેદવારોએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. જે માંથી 2693 ઉમેદવારો એ પ્રવેશ પરીક્ષા માટે ફી ભરી હતી જ્યારે 412 વિદ્યાર્થીઓ એમ ફીલ સ્લેટ, નેટ વાળા હોવાના કારણે એમને પરીક્ષા માંથી મુકતી આપવામાં આવી હતી.હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી પી એચ ડી પ્રવેશ પરીક્ષા માં 29 વિષય માટેની પરીક્ષા ના પ્રથમ દિવસે 9 વિષયો, બીજા દિવસે 13 વિષયો, ત્રીજા દિવસે 3 વિષયો અને ચોથા દિવસે 3 વિષયો ની પરીક્ષા બે તબકકામાં લેવામાં આવશે.
પીએચડી ની પ્રવેશ પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓની 100 માર્ક્સ ની પરીક્ષા રહશે જેમાં 50 માર્ક્સ રિચર્સ અને 50 માર્ક્સ સબ્જેક્ટ ના રહેશે જેમાંથી પાસ થવા માટે 50 માર્ક્સ લાવવાના રહશે .વિદ્યાર્થીઓ ને પરીક્ષા આપ્યા બાદ તરતજ રિઝલ્ટ જાહેર કરવામાં આવશે.તો પ્રથમ દિવસે 50 ટકા ઉમેદવારો પરીક્ષા આપવા હાજર રહયા હોવાનુ પરીક્ષા ના કો ઓડિનર ડો.આશિષ પટેલ જણાવ્યું હતું.
અહેવાલ યશપાલ સ્વામી