સ્માર્ટ કલાસના ઉદધાટન પ્રસંગે ઉપસ્થિત દાતા પરિવારનો નૂતન વિનય મંદિર પરિવારે આભાર વ્યક્ત કર્યો..
પાટણ તા. ૧૦
પાટણ શહેરના ગોળશેરી વિસ્તારમાં આવેલ નૂતન વિનય મંદિર ટ્રસ્ટ, પાટણ સંચાલિત શ્રીમતી હંસાબેન મનહરલાલ શાહ વિદ્યાસંકુલ, શ્રીમતી પ્રેમીલાબેન વિરેન્દ્રભાઈ નગરશેઠ નૂતન વિનય મંદિર હાઇસ્કૂલ, ખાતે બીપીન ભાઈ જે. શાહ જાપાનવાળા, માતૃશ્રી પ્રભાવતી બેન બીપીનભાઈ શાહ, માતૃશ્રી મંજુલા બેન બીપીન ભાઈ શાહ, બહેન ફાલ્ગુની બીપીન ભાઈ શાહ તેમજ નિશ્વલભાઈ અક્ષયભાઈ શાહના આત્મ શ્રેયાર્થે નવીન બે ડીજીટલ સ્માર્ટ કલાસ સ્વરૂપે દાનમાં મળેલ હોય જેનું વિવિધ મહાનુભાવો ની વિશેષ ઉપસ્થિતિમાં વિધિ વત રીતે શુક્રવારે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતુ.
નુતન વિનય મંદિર હાઈસ્કૂલ માં નવીન ટેકનોલોજી સાથે ધોરણ 9 અને ધોરણ 11 ના વર્ગમાં ડિજિટલ ક્લાસ દાતાઓ તરફથી મળતાં શાળાના વિદ્યાર્થીઓ સહિત સમગ્ર સ્ટાફ પરિવારે દાતા પરિવારજનો આભાર વ્યક્ત કર્યો હતો.
સ્માર્ટ કલાસના શુભ ઉદ્ઘાટન પ્રસંગે મુંબઈથી પધારેલા શેઠશ્રી કિરીટ ભાઈ બીપીન ભાઈ શાહ, ગીતાબેન કિરીટભાઈ શાહ, જલ્પાબેન કિરીટભાઈ શાહ અને શેતલભાઇ કિરીટભાઈ શાહ જાપાન વાળા પરિવાર તથા પાટણના જિલ્લા શિક્ષણ અધિકારી અશોકભાઈ ચૌધરી ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના પરીક્ષા નિયામક મિતુલ દેલીયા,રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા કાનજીભાઈ પટેલ,દિલીપભાઈ શાહ, હેતલબેન નગર શેઠ, ધીરુભાઈ શાહ,મહાસુખલાલ મોદી, હર્ષદભાઈ ખમાર પત્ર કાર પરેશભાઈ શાહ સહિત ના અનેક મહાનુભાવોએ ઉપસ્થિત રહીને આ સુંદર કાર્યક્રમમાં ખુબ સારી એવી દાનની સરવાણી વહાવી શાળાના બાળકોને નવીન ટેકનોલોજી થી અભ્યાસ કરવા મળે તેવા પ્રયત્ન કરવા બદલ દાતા ઓ નો તેમજ જાપાન વાળા પરિવારનો શાળા સંચાલક દેવજીભાઈ પરમાર સહિત શાળા પરિવારે આભાર વ્યક્ત કર્યો હતો.
અહેવાલ યશપાલ સ્વામી