પાટણ તા. ૧૦
પાટણ જિલ્લાના વઢીયાર પંથકના જૈન તીર્થ શંખેશ્વર ખાતે સેવા સમર્પણ ની ભાવના સાથે કાર્યરત શ્રી પ્રેમરત્ન માનવસેવા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા પંથકના જરૂરિયાત મંદ લોકોને અનેક રીતે મદદરૂપ બનવાની સેવાકીય પ્રવૃત્તિ પંથકના લોકો મા સરાહનીય બની છે.શંખેશ્વર તીર્થ સમીપે આવેલ ગામોમાં પ્રેમરત્ન માનવસેવા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા અનેક પરિવારોમાં સેવાભાવ સાથે મીઠાઈનું વિતરણ કરવામાં આવ્યુ હતુ.
તપાગચ્છાધિપતિ પ.પૂ.આ.શ્રીમદ્ વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજા તથા માનવતાના મસીહા પ.પૂ.આ. શ્રીમદ્ વિજય રત્નશેખરસૂરીશ્વરજી મહારાજાના દિવ્ય આશીર્વાદથી અને પૂજય મુનિરાજશ્રી નયશેખર વિજયજી મ.સા ની પાવન પ્રેરણાથી શંખેશ્વર મહા તીર્થે સમીપે પ્રેમરત્ન માનવસેવા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા અનેક પરિવારોમાં મીઠાઈ વિતરણના લાભાર્થી સ્વ.વિનોદ ધનજી ભાણજી દેઢિયા ગામ કચ્છ-કોડાય, શ્રી મતિ પ્રીતિબેન હેમંતભાઈ શેઠ અમેરિકા, શ્રીમતિ મિત્તલબેન સંજયભાઈ પાંચણી ગામ-થરા, શ્રીમતિ વંદનાબેન દિલીપભાઈ મહેતા ગામ-ખેડબ્રહ્મા,બરસાત ટેલિકોમ કચ્છ-કોડાય, એક ગુરુભક્ત પરિવાર-શંખેશ્વર, સુનંદા સાઇનીંગ ગ્રુપ-ચોપડા પરિવાર-રાજસ્થાન આદિ પરિવારોએ પોતાની સંપત્તિ નો સદ્ ઉપયોગ કરી ઉદાર દિલે સુંદર લાભ લીધેલ.
આ મીઠાઈ નું વિતરણ ચેરમેન કર્મ વીરાંગના,દિન દુખિયાના બેલી,સેવાભાવી શ્રીમતી જીજ્ઞાબેન શેઠે પોતાનો કિંમતી સમય ફાળવી વિતરણ કરેલ.આ પ્રસંગે પ્રેમરત્ન માનવસેવા ચેરીટેબલ ટ્રસ્ટ તથા પ્રેમરત્ન પરિવારે દરેક દાતા પરિવારોની ખૂબ અનુમોદના કરેલ.
અહેવાલ યશપાલ સ્વામી