અંબિકા શાકમાર્કેટ દ્વારા 2000થી વધુ ભક્તોને કેન્ડી વિતરણ ના સેવા કેમ્પની શોભાયાત્રા સમિતિ સહિત પાટણના રામ ભક્તોએ સરાહના કરી…
પાટણ તા. ૧૭
અયોધ્યા માં ભગવાન શ્રી રામચંદ્રજીની પ્રતિષ્ઠા થયા બાદ પ્રથમવાર પાટણ શહેરના ગામ રામજી મંદિર ખાતેથી ભક્તિ સંગીતના સૂરો વચ્ચે હજારો રામભક્તોની ઉપસ્થિતિ સાથે જય જય શ્રી રામના નારા વચ્ચે અને ભગવાન શ્રી રામચંદ્રજીની મહા આરતી બાદ પ્રસ્થાન પામેલી શોભા યાત્રામાં ઉપસ્થિત રહેલા શ્રી રામ ભક્તો માટે પાટણ શહેરની વિવિધ સેવાકીય સંસ્થાઓ દ્વારા વિવિધ સેવાકીય કેમ્પોના આયોજનો કરવા માં આવ્યા હતા
ત્યારે પાટણ શહેરના અંબિકા શાક માર્કેટ વેપારી એસોસિયન દ્વારા પણ શાકમાર્કેટના મુખ્ય પ્રવેશ દ્વારા આગળ કેન્ડી વિતરણનો સેવા કેમ્પ કાર્યરત બનાવવામાં આવ્યો હતો જેમાં અંદાજિત 2000થી વધુ રામભક્તોને કેન્ડી નું વિતરણ કરવામાં આવ્યું હતું.
ભગવાન શ્રી રામચંદ્રજીની અયોધ્યામાં પુનઃ પ્રતિષ્ઠા બાદ પ્રથમવાર શહેરમાંથી નીકળેલી ભગવાન શ્રી રામચંદ્રજીની શોભાયાત્રા દરમિયાન આયોજિત કરાયેલા વિવિધ કેમ્પની શોભાયાત્રા સમિતિ પાટણના તમામ રામ ભક્તોએ સરાહના કરી હતી. અંબિકા શાકમાર્કેટ વેપારી એસોસિએશન દ્વારા આયોજિત કરાયેલા કેન્ડીના સેવા કેમ્પને સફળ બનાવવા અંબિકા શાક માર્કેટ ના વેપારી અશ્વિનભાઈ, વિપુલભાઈ, મહેન્દ્રભાઈ, ભરતભાઈ, સુરેશભાઈ, લાલાભાઇ, પ્રવીણભાઈ સહિત નો પ્રમુખ મનોજભાઈ પટેલ અને મંત્રી કનુભાઈ પટેલે આભાર વ્યક્ત કર્યો હતો.
અહેવાલ યશપાલ શ્યામી