આગામી લોકસભા ની ચુટણીમાં પુનઃ ભાજપનો ભગવો લહેરાવી ત્રીજી વખત વડાપ્રધાન પદે નરેન્દ્રભાઇ મોદી સતારૂઢ બનાવવા હાંકલ કરાઈ..
પાટણ તા. 26
18 પાટણ વિધાનસભા ભાજપ પરિવાર દ્રારા રવિવારે શહેરના એપીએમસી હોલ ખાતે દિપાવલી સ્નેહ મિલન કાર્યક્રમ પાટણ જિલ્લા પ્રભારી જગદીશભાઇ પટેલ સહિત ભાજપના આગેવાનો, કાયૅકરોની વિશાળ ઉપસ્થિત મા યોજવામાં આવ્યો હતો.
આ દિપાવલી સ્નેહ મિલન પ્રસંગે ઉપસ્થિત રહેલા પાટણ જિલ્લાના પ્રભારી જગદીશભાઇ પટેલે જનસંધ ની સ્થાપનાથીલઈને ભારતીય જનતા પાર્ટી સુધી ની સફરમાં દરેક કાયૅકર પરિવારની ભાવનાથી કામ કરી રહી છે તે ગૌરવની બાબત છે ત્યારે આગામી લોકસભાની ચુંટણીમાં પુનઃ ભાજપનો ભગવો લહેરાઈ અને ગુજરાત ના પનોતા પુત્ર નરેન્દ્રભાઇ મોદી ત્રીજી વખત વડાપ્રધાન પદે બિરાજમાન બને તેવી અભિવ્યક્તિ સાથે નવા વષૅની સૌને શુભેચ્છા પાઠવી હતી.
આ દિપાવલી સ્નેહ મિલન પ્રસંગે ઉપસ્થિત સૌ ભાજપના આગેવાનો એ પ્રસંગોચિત ઉદબોધન કરી પુનમ ના પવિત્ર દિવસે મોઢેરા થી બહુચરાજી મંદિર સુધી ગુજરાત પ્રદેશ ભાજપના પ્રમુખ સી. આર. પાટીલ ની આગેવાની હેઠળ આયોજિત પદયાત્રા મા સૌને જોડાવવા અપીલ કરી લોકસભાની ચુંટણી માટે સક્રિય બની કામગીરી મા લાગી જવા હાકલ કરી હતી.
18 પાટણ વિધાનસભા ભાજપ પરિવાર દ્રારા આયોજિત દિપાવલી સ્નેહ મિલન પ્રસંગે જિલ્લા ભાજપ પ્રમુખ ડો. દશરથજી ઠાકોર, પ્રદેશમંત્રી જયશ્રીબેન દેસાઈ,લોકસભા પ્રભારી અશોકભાઈ જોષી, કે.સી. પટેલ, રણછોડ ભાઈ દેસાઈ, રાજુલબેન દેસાઈ,ભાવેશભાઈ પટેલ,રમેશભાઈ સિંધવ,સ્નેહલભાઈ પટેલ, મોહનભાઇ પટેલ, સોવનજી ઠાકોર, લોકસભા વિસ્તારક ડો ભગીરથસિંહ જાડેજા,પાટણ તાલુકા પ્રમુખ મગનભાઈ પટેલ,શહેર પ્રમુખ કિશોર ભાઈ મહેશ્વરી, સરસ્વતી તાલુકા પ્રમુખ રમેશજી ઠાકોર સહિત કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.કાર્યક્રમ નું સફળ સંચાલન સંજયભાઈ મોદી અને ભાવેશભાઈ જોષીઓ કયુઁ હતું.
અહેવાલ યશપાલ સ્વામી