વિકસિત ભારત વિકસિત ગુજરાત કાર્યક્રમ અંતર્ગત સિદ્ધપુર વિધાનસભા વિસ્તારમાં પ્રધાનમંત્રી આવાસ યોજના ના મકાનો અપૅણ કરાયા..
પાટણ તા. ૧૦
ગુજરાતના ૧૮૨ વિધાનસભા ક્ષેત્રોમાં શનિવારે એકસાથે પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ તૈયાર કરાયેલા મકાનો લાભાર્થીઓને અર્પણ કરવાના ‘વિકસિત ભારત, વિકસિત ગુજરાત’ કાર્યક્રમ દ્વારા વડા પ્રધાન નરેન્દ્રભાઈ મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિત વચ્ચે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિ માં યોજાયો હતો તો કુલ 1,31,454 આવાસોનું ઇ-લોકાર્પણ તથા ખાતમુહૂર્ત પણ કરવામાં આવ્યું હતું.
આ ઐતિહાસિક “આવાસોત્સવ”અપૅણ કાર્યક્રમ પાટણ જિલ્લાના સિધ્ધપુર વિધાનસભા વિસ્તારના ધરણીધર પાર્ટી પ્લોટ, દેથળી ચાર રસ્તા, સિધ્ધપુર ખાતે કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપૂત ની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાયો હતો અને તેઓના વરદ હસ્તે લાભાર્થીઓને આવાસોની ચાવી વિતરણ કરવામાં આવી હતી.આ પ્રસંગે તેઓએ જણાવ્યું હતું કે સિદ્ધપુર-૧૯ મારા મત વિસ્તારમા ૧૭.૦૦ કરોડ જેટલી માતબર રકમથી આ યોજના તળે ૧૪૫૮ પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ) લાભાર્થીઓના પાક્કા આવાસો પુરા પાડવામાં આવ્યા છે.
પ્રધાનમંત્રી આવાસ યોજના એટલે ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોને પોતાનું ઘરનું ઘર મળે તેની મોદીજીની ગેરંટીવાળી યોજના છે, ત્યારે આ આવાસ ગુજરાતના અનેક પરિવારોને પોતાના ઘરની ખુશીઓનું કાયમી સરનામું બની રહેશે એવી અભિલાષા સહ ‘સપનાનું ઘર’ મેળવનાર સર્વેને ઉન્નત ભવિષ્યની શુભકામનાઓ તેઓએ પાઠવી હતી.પ્રધાનમંત્રી આવાસ યોજનામાં તૈયાર કરાયેલા આવશો લાભાર્થીઓને અર્પણ કરવાના આ કાર્યક્રમમાં કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપુત, પાટણ જિલ્લા કલેકટર સહિત ભારતીય જનતા પાર્ટીના આગેવાનો, કાર્યકર્તાઓ અને મોટી સંખ્યામાં લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
અહેવાલ યશપાલ સ્વામી